સુરત મહાનગરપાલિકાનું બજેટ રજુ, ચૂંટણીને ધ્યાને રાખી નાગરિકોને ખુશ કરવા પ્રયાસ

મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને આ મહિનાઓમાં સુરતની પ્રજાને ખુશ કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાએ બજેટ રજુ તો કર્યો પરંતુ કોઈ પણ દરમાં વધારો કર્યો નથી. જોકે બીજી તરફ તક્ષશિલા અને રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ ની ભીષણ આગ બાદ ફાયર બ્રિગેડના બજેટમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. 'સુમન સ્માર્ટ 2.0' થીમ પર રજૂ કરાયેલા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા રૂ 6003 કરોડનુ બજેટ છે. જેમાં ખાસ આશરે આજીવિકા અને આશ્રય તેમજ સંવેદના પ્રોજેકટ પર ફોક્સ કરવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાનું બજેટ રજુ, ચૂંટણીને ધ્યાને રાખી નાગરિકોને ખુશ કરવા પ્રયાસ

ચેતન પટેલ/સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી છે અને આ મહિનાઓમાં સુરતની પ્રજાને ખુશ કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાએ બજેટ રજુ તો કર્યો પરંતુ કોઈ પણ દરમાં વધારો કર્યો નથી. જોકે બીજી તરફ તક્ષશિલા અને રઘુવીર ટેક્સટાઈલ માર્કેટ ની ભીષણ આગ બાદ ફાયર બ્રિગેડના બજેટમાં બે ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. 'સુમન સ્માર્ટ 2.0' થીમ પર રજૂ કરાયેલા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રજૂ કરવામાં આવેલા રૂ 6003 કરોડનુ બજેટ છે. જેમાં ખાસ આશરે આજીવિકા અને આશ્રય તેમજ સંવેદના પ્રોજેકટ પર ફોક્સ કરવામાં આવ્યા છે.

સુરતના મ્યુનિસિપલ કમિશનર બછા નિધી પાણીએ પોતાનું પ્રથમ બજેટ પાલિકાનું રજૂ કર્યું હતું. બજેટમાં વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ફાયર માટે ગયા વર્ષ કરતા આ વર્ષે બજેટમાં બે ગણો વધારો કરવામાં આવ્યો છે. તક્ષશિલા અને રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ બાદ પાલિકાએ આ ફાયરના બજેટમાં વધારો કર્યો છે. 15 નવા ફાયર સ્ટેશન અને ટ્રેનિંગ સેન્ટર બનશે તેમજ નવો વર્કશોપ બનશે.

સૌથી અગત્યની વાત એ છે કે એક બાજુ જ્યાં પાલિકાએ કરવેરામાં વધારો કર્યો નથી, ત્યારે બીજી બાજુ ફાયર ચાર્જસીમાં સૂચિત વધારો કરાયો છે. રહેણાંક વિસ્તારમાં 400 ચોરસ મીટર સુધી કોઈ વેરો નહીં, 400 થી 500 ચોરસ મીટર માટે રૂ. 400ની ફી નક્કી, 500 મીટરથી વધુ માટે રૂ. 600 નક્કી કરવામાં આવ્યા. બિનરહેણાંકની તમામ કેટેગરીમાં ભાવ વધારો કરાયો છે. રેવન્યુ આવક 3231 કરોડ અને રેવન્યુ ખર્ચ 2091 કરોડ અંદાજવામાં આવ્યો છે. ફ્લાય ઓવરબ્રિજના શહેર તરીકે ઓળખ પામી ચુકેલા સુરતમાં નવા નવ બ્રિજ સહિતના બ્રિજ માટે 419 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

બજેટ હાઈલાઈટ...
* તાપી શુદ્ધિકરણ પ્રોજેકટ પર ફોક્સ, 1 લાખ વૃક્ષારોપણ કરવામાં આવશે, 55 સુએઝ પ્લાન્ટ બનાવમાં આવશે..
* સુરત મેટ્રો રેલ પ્રોજેકટ શરૂ કરાશે, ફ્રાન્સ અને જર્મની ની ફાયનાન્સ આપવા તૈયાર, બે કોરિડોર માં 38 સ્ટેશનો રહેશે..
* 100 ટકા પાઇપ લાઇન થી નળો જોડાણો
* સુમન આઈ પ્રોજેકટ હેટળ 550 લોકેશન પર 3000 સીસીટીવી કેમરા લાગશે..
* ડ્રેનેજ માટે રૂ 714 કરોડ ની ફાળવણી, પ્રદુષણ ઓછું કરનાર ઔદ્યોગિક એકમો ન વોટર ના ભાવો માં 5 ટકા રિબેટ આપવાની વિચારણા
* ઝીરો વેસ્ટ સોસાયટી ને 25 ટકા વધુ અનુદાન આપવામાં આવશે
* 5 જગ્યા પર એર ક્વોલિટી મેન્ટેન સિસ્ટમ મુકવામાં આવશે
* 18 નવા બગીચા બનશે
* 150 ઇલેક્ટ્રિક બસો 4 થી 5 મહિના માં આવશે
* 146 જગ્યાઓ પર સિગ્નલ લગાડવામાં આવશે
* બે સ્પોર્ટ્સ સ્ટેડિયમ ઉભા કરાશે
* રૂ 120 કરોડ ના ખર્ચે ઉભું કરાશે
* દબાણ મુક્ત શહેર માટે રૂ 24 કરોડ નો ખર્ચ કરાશે
* રીંગરોડ પર રૂ 350 કરોડ ના ખર્ચે નવું મનપા કચેરી બનશે
* પ્રોજેકટ આશ્રય હેઠળ 28 સ્થળો પર 1176 લોકો રહી શકે તેવું આયોજન
* 35000 લોકો બેસી શકે તેવું આઉટડોર સ્ટેડિયમ બનાવશે
* હેરિટેજ વિભાગ નું રૂ 19 કરોડ નું બજેટ
* સલ્મ મુક્ત શહેર બનશે
* માત્ર 6 ટકા જ ઝૂંપડપટ્ટી રહી છે
* રૂ 100 કરોડ ની રેવેન્યુ મેળવવાનો લક્ષ્યાંક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news