ભારે કરી! સુરતમાં વિધર્મી યુવકનું કારસ્તાન, ખોટું કહીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી

Surat News : સુરતમાં વિદ્યાર્થિનીને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે આચર્યુ દુષ્કર્મ... માતાની ફરિયાદ બાદ પોલીસે શોએબ નામના વિધર્મી યુવકની ધરપકડ કરી...

ભારે કરી! સુરતમાં વિધર્મી યુવકનું કારસ્તાન, ખોટું કહીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી

Love Jihad ચેતન પટેલ/સુરત: સુરતના ભટાર વિસ્તારમાં રહેતા યુવકે સ્થાનિક વિસ્તારની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે અને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાના પિતાએ ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદ નગરમાં રહેતો શોએબ શફી શેખ નામના યુવકે ભટાર રોડ પર તડકેશ્વર નગર વિસ્તારમાં રહેતી સગીરા સાથે ઓક્ટોબર 2022 માં પરિચય થયો હતો. બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કર્યા બાદ સમયાંતરે વાત કરતા હતા અને વ્હોટ્સએપ ઉપર સતત સંર્પકમાં રહેતા હતા. શોએબ ઘરે એકલો હતો ત્યારે કામના બહાને સગીરાને પોતાના ઘરે બોલાવતો હતો. એટલુ જ નહિ, તે સગીરાને લગ્ન કરવાની લાલચ આપતો હતો. તે સગીરાને કહેતો હતો કે, તેનો પરિવાર કરતા સારી રીતે રાખશે તેવી લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. 

શોએબે અનેકવાર સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હતું. આ ઉપરાંત ફરવા લઇ જવાના બહાને અલથાણ ગાર્ડનમાં લઇ જઇ ત્યાં પણ શરીર સંબંધ બાંધ્યા હતા. જેની જાણ સગીરાની માતાને થતા તેણીએ શોએબ વિરૂધ્ધ ખટોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. જેથી આરોપીને પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

સગીરા 15 દિવસથી સ્કૂલ અને ટ્યુશન નહીં જતી હોવાથી તેની માતાએ પૂછ્યું ત્યારે બનાવની જાણ થઈ. જેથી માતાએ ખટોદરા પોલીસે શોએબ સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસે શોએબની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news