સુરતમાંથી 1.60 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, આરોપી એટલો શાતીર નીકળ્યો કે...
Surat Police Seized MD Drugs: સુરત શહેર પોલીસે શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી ટ્રાવેલિંગ બેગ ખભે લટકાવી ચાલતા જતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બેગ તપાસ કરી તો તેમાંથી 1 કિલો 670 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ. 1.60 કરોડનું મળી આવ્યું હતું.
Trending Photos
તેજસ મોદી/સુરત: ડ્રગ્સ યુવાધનને બરબાદ કરી રહ્યું છે, ત્યારે કેટલાક તત્વો જલ્દીથી રૂપિયા કમાઈ લેવા માટે ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. આવા તત્વો કેટલીક વખત સફળતો થઈ જાય છે, પરંતુ પોલીસ જો ચોકસાઈથી કામ કરે તો ડ્રગ્સ વેચનારાઓ પર કાર્યવાહી થઈ શકે છે.
સુરત શહેર પોલીસે શહેરના છેવાડે સારોલી નિયોલ ચેક પોસ્ટ પાસેથી ટ્રાવેલિંગ બેગ ખભે લટકાવી ચાલતા જતા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે બેગ તપાસ કરી તો તેમાંથી 1 કિલો 670 ગ્રામ એમડી ડ્રગ્સ રૂ. 1.60 કરોડનું મળી આવ્યું હતું. ડ્રગ્સ માફીયા લકઝરી બસમાં મુંબઇથી એમડી લઈ સુરત સપ્લાય કરવા આવ્યો હતો. આરોપી કેમેરા સામે વિકટ્રીનું સાઇન પણ બતાવી રહ્યો હતો. પોલીસનાં હાથે ઝડપાયેલા ડ્રગ્સ માફીયાનું નામ અફઝલ ઉર્ફે ગુરૂ સુબ્રરતઅલી સૈયદ છે અને તે ડ્રાઇવીંગનું કામ કરે છે.
વધુમાં તેને પૂછપરછમાં જણાવ્યું હતું કે આ એમડી ડ્રગ્સ મુંબઈના નાલાસોપારા ખાતેથી બલ્લુ નામના ડ્રગ્સમાફીયા પાસેથી લઈ આવ્યો હતો અને સુરતમાં તે રેલવે સ્ટેશને પહોંચી જેને એમડી સપ્લાય કરવાનો હતો તેને મોબાઇલ કોલ કરી અને ત્યાં બોલાવી ડીલીવરી આપવાનો હતો. પછી તે ત્યાંથી રાજસ્થાન નીકળી જવાનો હતો.
પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સારોલી પોલીસે પ્રાથમિક પૂછપરછ કરી વધુ તપાસ માટે આરોપીનો કબજો ક્રાઇમબ્રાંચને સોંપી દીધો હતો. ડ્રગ્સ અંગે કોઈને શંકા ન જાય તે માટે આરોપી અફઝલ ટ્રાવેલિંગ બેંગમાં એમડી લઈને આવ્યો હતો. રસ્તામાં પોલીસ ચેકીંગ હોવાથી તે બસમાંથી ઉતરી ચાલતો જઈ રહ્યો હતો, જોકે પોલીસ પાસે તેની ચોક્કસ માહિતી હોવાના કારણે તેને પકડી લીધો જતો. તેની પાસેથી મળી આવેલું ડ્રગ્સ નહીં પરંતુ ફટકડી છે, તે સાબિત કરવાનો પણ તેને ભરચક પ્રયાસ કર્યો હતો.
જોકે પોલીસે તપાસ કરાવી તો એમડી નીકળ્યું હતું. આવી રીતે અફઝલ સુરતમાં 3થી 4 વાર એમડી સપ્લાય કરવા આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. હાલમાં ક્રાઇમબ્રાંચે મોબાઇલના સીડીઆર આધારે તેના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ખૂબ શાતીર છે, કારણ કે જ્યારે મીડિયા તેનો વિડીયો લઈ રહ્યું હતું ત્યારે તેને વિકટ્રીની સાઇન બતાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે