સુરતમાં બે બાળકો સાથે માતાનો આપઘાત; નેપાળથી પતિને છોડીને પ્રેમી સાથે સુરત આવી, પણ....
સુરતના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. હાઉસિંગ બોર્ડમાં બે બાળકો સાથે મહિલાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો છે. બે બાળકો સાથે માતાએ આપઘાત કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. હાઉસિંગ બોર્ડમાં રહેતી રિટા ચોરસિયાએ પોતાના દીકરા અને દીકરીને ગળે ફાંસો આપ્યા બાદ પોતે પણ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના રાંદેર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 35 વર્ષીય રિતા ચોરસિયા નામની મહિલાએ 11 વર્ષીય દીકરી અને 5 વર્ષીય દીકરા સાથે રહેતી હતી. પરંતુ આજે અચાનક બાળકો સાથે માતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પહેલા માતાએ બન્ને બાળકની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી લીધી હતી. 11 વર્ષીય પુત્રીનું નામ અંશીતા હતું અને 5 વર્ષના પુત્રનું નામ રોબર્ટ હતું.
આ આપઘાતની ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક મહિલા રીતા ચોરસિયા મૂળ બિહારની રહેવાસી હોવાનું ખુલ્યું છે. મૃતક મહિલાનો પતિ રાજેશ પ્રસાદ સાથે નેપાળના કાઠમંડુમાં રહેતી હતી. નેપાળમાં તેમને કરિયાણાની દુકાન હતી. કરિયાણાની દુકાનમાં મુન્ના નામનો નોકર કામ કરતો હતો. ત્યારે રિતા ચોરસિયાની મુન્ના નોકર સાથે આંખ મળી જતા નેપાળથી ભાગીને સુરત આવી હતી. ત્યારબાદ રિતા સુરતમાં પ્રેમી મુન્ના સાથે રહેવા લાગી હતી.
મૃતક મહિલાને પહેલા પતિ દ્વારા અંશીતા નામની દીકરી હતી. જયારે પ્રેમી સાથે રહેતા રોબર્ટ નામનો પુત્ર હતો. ગઈકાલે આપઘાત કરનાર મહિલા રાંદેર પોલીસ મથકે પતિના ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાને આર્થિક મદદ પણ કરી હતી. મહિલાએ 498 નો કેસ કર્યો હતો જેમાં પોલીસે કાર્યવાહી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે