IND vs NEP: જસપ્રીત બુમરાહે અચાનક છોડ્યો ટીમનો સાથ, ભારત પરત ફર્યો

Asia Cup 2023: એશિયા કપમાં નેપાળ સામે મુકાબલા પહેલા મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અચાનક સ્વદેશ પરત ફર્યો છે. 
 

IND vs NEP: જસપ્રીત બુમરાહે અચાનક છોડ્યો ટીમનો સાથ, ભારત પરત ફર્યો

નવી દિલ્હીઃ IND vs NEP Asia Cup 2023: એશિયા કપની પાંચમી મેચ પલ્લેકલમાં ભારત અને નેપાળ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે 4 સપ્ટેમ્બરે બપોરે ત્રણ કલાકે મેચ શરૂ થશે. પરંતુ આ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ટીમનો એક સ્ટાર ખેલાડી આ મેચમાંથી બહાર થઈ ગયો છે. આ ખેલાડી એશિયા કપ વચ્ચે ભારત પરત ફર્યો છે. 

ભારત પરત ફર્યો બુમરાહ
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર મુંબઈ પરત ફર્યો છે. તે નેપાળ સામેની મેચમાં ઉપલબ્ધ હશે નહીં. પરંતુ તે સુપર-4ની મેચમાં હાજર થઈ જશે અને સંપૂર્ણ રીતે ફિટ છે. આ મુદ્દે બીસીસીઆઈ તરફથી હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો અનુસાર અંગત કારણોસર બુમરાહ પરત ફર્યો છે. 

ટીમ ઈન્ડિયા માટે મહત્વની મેચ
ભારત અને પાકિસ્તાનની મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આ રીતે બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો. તેવામાં નેપાળ વિરુદ્ધ રમાનાર મેચ ટીમ માટે ખુબ મબત્વની છે. આ ગ્રુપ-એની અંતિમ મેચ હશે. સુપર-4માં જગ્યા બનાવવા માટે બંને ટીમ માટે કરો-યા-મરો મુકાબલો છે. નેપાળ પોતાની પ્રથમ મેચ હારી ગયું હતું.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news