Surat માં વીડિયો બનાવવાના ચક્કરમાં નવયુવાનને મળ્યું મોત, જાણો એવું તે શું થયું? પરિવારમાં શોકનો માહોલ​​​​​​​

જ્યારે તેના પિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે મારા પુત્રના આ સમાચાર ખુબ જ આઘાતજનક હતા. તે મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. આ યુવક મૂળ પોરબંદરનો રહેવાસી છે

Surat માં વીડિયો બનાવવાના ચક્કરમાં નવયુવાનને મળ્યું મોત, જાણો એવું તે શું થયું? પરિવારમાં શોકનો માહોલ​​​​​​​

ઝી ન્યૂઝ/સુરત: આજકાલ લોકોને સોશિયલ મીડિયા (Social Media) નું જબરદસ્ત ઘેલું લાગ્યું છે. નાનાથી માંડીને મોટા તમામ વ્યક્તિઓને રાતોરાત ફ્રેમસ થવું છે. પરંતુ આજ સોશિયલ મીડિયા ઘણીવખત મોટી આફત સર્જતું હોય છે. હાલ આવો જ એક કિસ્સો સુરત (Surat) માં બન્યો છે. જેમાં એક યુવક (young Man) કેનાલ વોક વે પર શોર્ટ વીડિયો બનાવી રહ્યો હતો, તે દરમિયાન તેનો પગ લપસતા ઢળી પડ્યો હતો અને બાદમાં મોતને ભેટ્યો હતો. 

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના સિટી લાઈટ વિસ્તારમાં કેનાલ વોક વે પર 19 વર્ષીય યુવક વીડિયો બનાવી રહ્યો હતો. જોકે દુર્ભાગ્યવશ યુવકનો પગ લપસતા તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ PCR વાનની મદદ લેતા 108ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા. અને બાદમાં રહસ્યમય સંજોગોમાં તેનું મોત નિપજ્યું હતું. એકાએક જુવાનજોધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પરિવારમાં યુવાનનું મોત થતા તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે તેણે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ખુબ જ શોખીન હતો. જ્યારે આ યુવકના મોત વિશે તેના મિત્રોએ જણાવ્યું હતું કે વીડિયોનું શૂટિંગ શરૂ થતાં જ જમીન પર ઢળી પડ્યો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું હતું.

જ્યારે તેના પિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે મારા પુત્રના આ સમાચાર ખુબ જ આઘાતજનક હતા. તે મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. આ યુવક મૂળ પોરબંદરનો રહેવાસી છે અને અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી સાથે જ વેપારમાં જોડાઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news