સુરતની યુવતિએ તૈયાર કરી યુનિક જ્વેલરી, બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરી કરી કસ્ટમાઇઝ્ડ

વજાત બાળક માટે જરૂરી અને માતૃત્વનો અભિન્ન ભાગ એવા બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી રહી છે. બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ,નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફુટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડન્ટ,બ્રેસલેટ, વીંટી જેવી અલગ અલગ જ્વેલરી બનાવી માતા પિતા તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

સુરતની યુવતિએ તૈયાર કરી યુનિક જ્વેલરી, બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરી કરી કસ્ટમાઇઝ્ડ

ચેતન પટેલ, સુરત: સુરતની એક યુવતીએ યુનિક જવેલરી બનાવી છે. જે જવેલરીને લઈને હવે લોકો ઓનલાઈન ઓર્ડર આપી રહ્યા છે. માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે. ૧૮ થી ૨૨ કેરેટ ગોલ્ડમાં પેન્ડન્ટ, બ્રેસ્લેટ, વીંટી વગેરે જેવી જવેલરી કરાવી રહી છે.

ખાસ કરીને પ્રેગ્નન્સીથી લઈને બાળકનો જન્મ ત્યાં સુધીના વિવિધ ક્ષણો માતા પિતા ફોટો કે વીડિયો થકી કેપ્ચર કરતા હોય છે અને બાળકના જન્મ બાદ પણ તેમની સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓને સાચવતા પણ હોય છે. આ વચ્ચે નવજાત બાળક માટે જરૂરી અને માતૃત્વનો અભિન્ન ભાગ એવા બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી રહી છે. બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ,નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફુટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડન્ટ,બ્રેસલેટ, વીંટી જેવી અલગ અલગ જ્વેલરી બનાવી માતા પિતા તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

બીજી તરફ જવેલરી બનાવનાર અદિતિએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરીએ કસ્ટમાઇઝ્ડ કરી છે. જેમાં બ્રેસ્ટ મિલ્કને સૌ - પ્રથમ પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરી તેમાં કેમિકલ નાંખીને સોલીડ ફોર્મ બનાવી તૈયાર કરવામાં આવે છે. માતા બાળકને સ્તનપાન અમુક સમય સુધી જ કરાવી શકે છે જેને લઈને આજના સમયમા માતાઓ આ પ્રકારે જવેલરી બનાવડાવીને માતૃત્વની ઉજવણી વર્ષો સુધી કરવા માંગે કરે છે. 

આ પ્રકારની જ્વેલરી પેઢી દર પેઢી સચવાઈને રહી શકે એમ છે જેને લઇને મહિલાઓ તેને બનાવડાવી રહી છે. તેને ઇમિટેશન જવેલરીમાં પણ બનાવી શકાય છે. તે રૂ.૩૦૦૦ થી શરૂ કરીને સોનાની જવેલરી માટે જેટલા ગ્રામ સોનુ વપરાય તે અનુસાર તેની કિંમત રહે છે.હાલ તો 3 હજારથી લઈ 1 લાખ સુધીની જવેલરી બનાવી રહી છે જેનો ઓનલાઈન પર ધૂમ ઓર્ડર મળી રહ્યા છે.

આજ રીતે સુરતની વર્ષા પટેલ નામની મહિલાનો પુત્ર અને તેનું પરિવાર વિદેશમાં રહે છે. વિદેશમાં રહેતો પૌત્ર એક વર્ષ નો થશે, દાદી તરીકે પૌત્રની યાદગીરી પોતાની પાસે રહે તે માટે તેમને પણ યુનિક જવેલરી મગાવી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમને પોતાની વહુનું બ્રેસ્ટ દૂધ અને પૌત્રના વાળ મગાવ્યા હતા.જે બન્નેનો સોનાની વિટી અને પેડલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news