સુરત: ભારે વરસાદના પગલે ખાડીઓ ફરી ભયજનક સપાટીએ, પૂરનું તોળાતુ સંકટ

છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે સુરત શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે કાંઠા વિસ્તારમાં ફરી ખાડી પૂરનું જોખમ સર્જાયું છે. બે દિવસથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના પગલે મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવતા કાંઠા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના નિકાલ માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

સુરત: ભારે વરસાદના પગલે ખાડીઓ ફરી ભયજનક સપાટીએ, પૂરનું તોળાતુ સંકટ

સુરત : છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે સુરત શહેરમાંથી પસાર થતી ભેદવાડ અને મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે કાંઠા વિસ્તારમાં ફરી ખાડી પૂરનું જોખમ સર્જાયું છે. બે દિવસથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જેના પગલે મીઠી ખાડીએ ભયજનક સપાટી વટાવતા કાંઠા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જેના નિકાલ માટે પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 

હાલમાં મધ્યપ્રદેશ પર લો પ્રેશર એરિયા સક્રિય છે. જેના કારણે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર બાદ લો પ્રેશર સિસ્ટમ નબળી પડશે. જેથી વરસાદનું જોર ઘટશે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કામરેજ, પલસાણામાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત મહુવા, બારડોલીમાં 4 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ચોર્યાસી, માંડવી, માંગરોળ, ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. 

બીજી તરફ સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે શહેરની ખાડીઓમાં ફરી એકવાર મોટા પ્રમાણમાં પાણીની આવક ચાલુ થઇ ગઇ છે. ખાડીઓએ ભયજનક સપાટી વટાવી છે. ભેદવાડની ખાડી ભયજનક સપાટીએ પહોંચ્યું છે. હાલ તે 7 મીટર પર પહોંચી છે. ઉધનાની કાકરા ખાડીની ભયજનક સપાટી 6.50 મીટર પર છે જે હાલ 5.60 મીટરે પહોંચી છે. લિંબાયતની મીઠી ખાડી ભયજનક સપાટી 7.750 મીટર છે જે હાલ 7.70 મીટરે પહોંચી ચુકી છે. ભાઠેની ખાડીની ભયજનક સપાટી 7.70 મીટર છે જે હાલ 5.50 મીટર પર પહોંચી છે. ખાડીઓમાં પાણીનું લેવલ વધતા તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ચુક્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news