#IAMSushant: સુશાંત માટે સૌથી મોટું ડિજિટલ આંદોલન, ટ્વિટર પર બન્યું નંબર-1

સુશાંત સિંહ રાજપૂતના મોતના 77 દિવસ બાદ પણ મોતનો કોયડો ઉકેલાયો નથી.

#IAMSushant: સુશાંત માટે સૌથી મોટું ડિજિટલ આંદોલન, ટ્વિટર પર બન્યું નંબર-1

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના મોતના 77 દિવસ બાદ પણ મોતનો કોયડો ઉકેલાયો નથી. Zee News એ સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે આંતરરાષ્ટ્રીય ચળવળ ચલાવી છે. સોશિયલ મીડિયા પર લોકો સુશાંતને ન્યાય અપાવવા માટે ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે. 30 મિનિટમાં #IAMSushant પર 33 હજારથી વધુ ટ્વિટ થઇ ચૂક્યા છે. તેનું પરિણામ આવ્યું છે કે અત્યારે ટ્વિટર પર ટોપ ટ્રેંડ કરી રહ્યો છે. ફેસબુકના માધ્યમથી 19 કરોડ લોકો સુધી ચળવળ પહોંચી છે.  Zee News ને જનતાનું અપાર સમર્થન મળ્યું છે. 

આ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત કેસમાં આ સમયે એક મોટા સમાચાર આવી રહ્યા છે. સીબીઆઇએ સુશાંતની બહેન મીતૂ સિંહને સમન્સ મોકલ્યું છે. સીબીઆઇ તેમનું નિવેદન નોંધશે. કાલે સવારે 11 વાગે DRDO ગેસ્ટ હાઉસમાં નિવેદન નોંધવામાં આવ્યું. સુશાંતના બનેવી ઓપી સિંહનું નિવેદન પણ નોંધશે. સુશાંત સિંહ રાજપૂતની બહેન નીતૂ સિંહને પણ સમન મોકલવામાં આવી શકે છે. 

સીબીઆઇએ ડ્રગ્સ એંગલની તપાસ શરૂ કરી દીધી
સુશાંતની મોતાના મામલે ડ્રગ્સ એંગલની તપાસ શરૂ કરી દીધી છે. CBI ની એક ટીમ આજે NCB અધિકારીઓને મળી શકે છે. CBIના અધિકારી રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કનેક્શનને લઇને પૂછપરછ કરી રહ્યા છે. જોકે CBI ને શક છે કે રિયા સાથે આ મામલે બોલીવુડ સાથે જોડાયેલા ઘણા મોટા નામ સામેલ છે. જેમની સાથે રિયા ચક્રવર્તી પોતાના ભાઇ અને મિત્રો સાથે પાર્ટી કરતી હતી. આ વાત સિદ્ધાર્થ પિઠાનીના CBI ને આપેલા નિવેદનમાં સામે આવ્યું છે. આ નિવેદન અનુસાર રિયા ચક્રવર્તી મોટાભાગે આ પ્રકારના ડ્રગ્સ માટે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવાનું ટાળી રહી હતી. તેના માટે નીરજ, દીપેશ, સૈમુઅલ મિરાંડા અને કેશવનો ઉપયોગ કરતી હતી. સોમવારે આ મુદ્દે ગૌરવ આર્યા સાથે ED પણ પૂછપરછ કરવાની છે. 

રિયાની ધરપકડની બ્લૂ પ્રિંટ તૈયાર
સીબીઆઇએ રિયાની ધરપકડની બ્લૂ પ્રિંટ તૈયાર કરી લીધી છે. સુશાંતા કેસમાં CBI રિયા ચક્રવર્તી સાથે આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ કરી રહી છે. સીબીઆઇએ દરેક પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરી રહી છે. જે શંકા તરફ ઇશારો કરી રહી છે. સીબીઆઇએ રિયા ચક્રવર્તી માટે તે પ્રશ્નોની તૈયારી કરી રાખી હતી, જે પ્રશ્નોના જવાબ માટે રિયા તૈયાર ન હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news