અઢી વર્ષથી પિતાને શોધતો હતો, મૃતકોના લિસ્ટમાં પિતાનો ફોટો જોઈને ચોધાર આસુંએ રડી પડ્યો દીકરો

Surat News : સુરતમાં ફાયર વિભાગ દ્વારા બિનવારસી મૃતકોની ઓળખ માટે વર્ષમાં એકવાર તસવીરોનું પ્રદર્શન રાખવામાં આવ્યા છે. જેમાં સુરતના વિજયભાઈને પોતાના ખોવાયેલા પિતા મળ્યા

અઢી વર્ષથી પિતાને શોધતો હતો, મૃતકોના લિસ્ટમાં પિતાનો ફોટો જોઈને ચોધાર આસુંએ રડી પડ્યો દીકરો

Surat News ચેતન પટેલ/સુરત : શહેરના ઉધના વિસ્તારમાં રહેતાં વિજયભાઈ છેલ્લા અઢી વર્ષથી ગુમ થયેલ પોતાના 80 વર્ષના પિતાની શોધ ખોળ કરી રહ્યા છે. કોઈપણ એક પોલીસ સ્ટેશન કે વૃદ્ધાશ્રમ તેઓએ પિતાની શોધમાં બાકાત રાખ્યું નથી. અઢી વર્ષ બાદ બીન વાર્ષિક મૃતકોની ઓળખ માટે જે ફોટો પ્રદર્શન કરવામાં આવ્યું હતું, તેમાં પોતાનાં પિતાની તસવીર જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા.

અઢી વર્ષ પહેલા પિતા ક્યાંક ગાયબ થયા હતા 
ઉધના વિસ્તારમાં કામ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવનાર વિજયભાઈ ભાજપોરના પિતા શંકરભાઈ તેમના જીજાના ઘરેથી અઢી વર્ષ પહેલા અચાનક ક્યાંક ચાલ્યા ગયા હતા. અઢી વર્ષથી દીકરો પિતાની શોધખોળ કરી રહ્યો હતો. અઢી વર્ષ દરમિયાન તેઓ દરેક સંસ્થા પોલીસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સુધી જઈને પિતાની શોધ ખોળ કરતા હતા. પિતા અંગે કોઈ જાણ થઈ નહોતી. વિજયભાઈને કોઈ પરિચિત જણાવ્યું હતું કે સુરત શહેર વર્ષના એક દિવસે આવી ફોટો પ્રદર્શની થાય છે, જેમાં બિનવારસી મળી આવેલા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોય તેમની તસવીર હોય છે. 

પ્રદર્શનમાં 1000 બિનવારસી મૃતકોના ફોટો
ભારે હૃદયથી વિજયભાઈ આ ફોટો પ્રદર્શનમાં આવ્યા હતા. મનમાં એવી જ ઈચ્છા હતી કે, અહી પિતાનો ફોટો ન હોય તો સારું. પરંતું 1,000 થી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટો જોઈ તેમને તેમના પિતાની તસવીર મળી આવી હતી અને તેમને જાણ થઈ કે અઢી વર્ષ પહેલા તેમના પિતા મૃત્યુ પામી ચૂક્યા છે. 

વિજયે કલાકો સુધી તસવીરોમાં પિતાને શોધ્યા હતા
અઢી વર્ષ પહેલા જ્યારે વિજયના પિતા ઘરેથી નીકળી ગયા હતા. ત્યારે તેમની શોધખોળ કરવામાં આવી હતી. દરેક જગ્યાએ જઈને પિતાની શોધ ખોળ વિજય કરી રહ્યો હતો. વિજયના પરિચિતે તેમને જણાવ્યું હતું કે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મળી આવેલા મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને દર વર્ષે મકરસંક્રાંતિ શનિવારના રોજ મૃતકોના ફોટોનું પ્રદર્શન પણ કરવામાં આવતું હોય છે. જેથી વિજય ત્યાં પહોંચી ગયા હતા અને કલાકો સુધી તમામ મૃતકોના ફોટા જોયા હતા અને આખરે વિજયના પિતાની તસ્વીર તેને જોવા મળી હતી. આ ક્ષણ અત્યંત ભાવુક બની રહી હતી. પિતા હવે નથી રહ્યા તે જાણીતે તે ચૌધાર આસુંએ રડી પડ્યા હતા.

ફાયર વિભાગ દર વર્ષે આવું પ્રદર્શન લગાવે છે 
અહીં કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેઓ પિતાનું પિંડદાન કરશે. જેથી તેના પિતાની આત્માને શાંતિ મળી શકે. સુરતમાં છેલ્લા 23 વર્ષથી અગ્નિદાહ સેવા કેન્દ્ર સંસ્થા કાર્યરત છે. જે શહેર અને નજીકના વિસ્તારોમાં મળી આવેલા બિનવારસી મૃતકોની કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર અંતિમ ક્રિયા કરતી આવી છે. સંસ્થાએ 23 વર્ષ દરમિયાન 8,000 થી પણ વધુ બિન વારસી તો મૃતકોની અંતિમ વિધિ કરી છે. 56 જેટલા બીન વારસી મૃત્યુકોના પરિવારજન વર્ષમાં એકવાર થનાર ફોટો પ્રદર્શનના કારણે મળી આવ્યા છે. આ સંસ્થા દ્વારા માત્ર વિના મૂલ્યે અંતિમ વિધિ જ નહીં પરંતુ અસ્થિ વિસર્જન અને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે મૃતકોની આત્માને શાંતિ મળી રહે આ માટે યજ્ઞ પણ કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news