પિતા બન્યો હેવાન, નાની દીકરી સાથે દુષ્કર્મ કરીને ધમકાવી, ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’

સુરતને ક્રાઈમ કેપિટલનુ બિરુદ મળી ગયુ છે. હવે એવા એવા ક્રાઈમ થવા લાગ્યા છે કે પોલીસ પણ મોંઢામાં આંગળી મૂકી દે

પિતા બન્યો હેવાન, નાની દીકરી સાથે દુષ્કર્મ કરીને ધમકાવી, ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’

ચેતન પટેલ/સુરત :સુરત શહેરમાં રેપ, હત્યા અને લૂંટ જેવા ગુનાઓ હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. એટલે જ સુરતને ક્રાઈમ કેપિટલનુ બિરુદ મળી ગયુ છે. હવે એવા એવા ક્રાઈમ થવા લાગ્યા છે કે પોલીસ પણ મોંઢામાં આંગળી મૂકી દે. હવે એક બાપે જ પોતાની 10 વર્ષની પુત્રી પર દુષ્કર્મ ગુજારવાની ઘટના બનતા સુરત પોલીસ દોડતી થઈ છે. આ ઘટનામાં સરથાણા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો. શરૂઆતમાં મોટી દીકરીને અને નાની દીકરીને આ અંગે ‘જો કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ’ એવી ધમકી પણ આપતો હતો. અગાઉ પણ નરાધમે મોટી દીકરી સાથે અડપલાં કર્યા હતા જો કે પરિવારના કોઈ સભ્યે માસુમની વાત સાંભળી ન હતી. 

સુરતના સરથાણા વિસ્તારમાં એક ગરીબ દંપતી નોકરી કરી પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. આ પરિવારમાં બે પુત્રી અને એક પુત્ર છે. પિતા ત્રણ મહિનાથી બેકારીનું જીવન ગુજારે છે. આ દરમિયાન ગત બપોરે પત્ની નોકરી પર ગઈ હતી અને પતિ ઘરની બહાર ગયો હતો. ત્યારે અજાણ્યા ઈસમે ઘરની અંદર ઘુસી આવી નાની દીકરી અને ભાઈને અન્ય રૂમમાં પુરી દીધા હતા અને બાદમાં 10 વર્ષની મોટી દીકરી સાથે દુષ્કર્મ આચરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. 

આ ઘટના બાદ બાળકીને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં પોલીસે પૂછપરછ કરતા બંન્ને દીકરીઓએ જણાવ્યું હતું કે એક લાંબા વાળવાળો અને કડી પહેરેલો શખ્સ ઘરમાં આવી દુષ્કર્મ આચરી ગયો હતો. જો કે બંન્ને બહેનોની વાત પોલીસના ગળે ઉતરી ન હતી. જેથી પોલીસે ઘર પાસેના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. આ દરમિયાન બપોરે એક વાગ્યાના અરસામાં દીકરીના પિતા સિવાય ઘરમાં કોઈ આવતું જતું દેખાયું ન હતું. જેથી પોલીસે ફરી બાળકીના પિતાની કડક પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આખરે પિતાએ કબૂલાત કરી હતી કે, તે દારૂના નશામાં હતો અને ઘરે જતા તેને પહેલા નાની દીકરી અને દીકરાને રુમમાં પુરી દીધા હતાં. બાદમાં મોટી દીકરી પર દુષ્કર્મ આચર્યું હતું. 

નરાધમ પિતા આટલે અટક્યો ન હતો. તેણે આ ઘટના બાદ બંન્ને દીકરીઓને ધમકાવી હતી. તેમજ અજાણ્યા શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની વાત પોલીસ સમક્ષ કરવા ધમકી આપી હતી. અગાઉ પણ આ નરાધમ બાપે દિકરી સાથે અડપલાં કર્યા હતા. આ અંગે દીકરીએ પરિવાર ને જાણ પણ કરી હતી. છતાં પરિવારે આ વાત નજરઅંદાજ કરી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news