મોટા ષડયંત્રનો પર્દાફાશ! ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો બાંગ્લાદેશી યુવક, ફોનમાંથી મળી આવ્યું એવી વસ્તુ કે...
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી ઇસમ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હાલમાં સુરતના ઉધના વિસ્તારમાં રહે છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: સુરતમાંથી ક્રાઈમ બ્રાંચની ટીમે એક બાંગ્લાદેશી યુવાનને બોગસ ભારતીય આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ અને બાંગ્લાદેશી દસ્તાવેજો સાથે ઝડપી પાડ્યો છે. બાંગ્લાદેશી યુવક વર્ષ 2018માં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો અને સુરતમાં તે વર્ષ 2021 માં આવીને રહેતો હતો. તેના મોબાઈલમાંથી ધાર્મિક જેહાદી સાહિત્ય પણ મળી આવ્યું છે આ મામલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક બાંગ્લાદેશી ઇસમ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હાલમાં સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. બાતમીના આધારે પોલીસે મો. રૂબેલ હુસેન શફીકુલ ઇસ્લામ ઉર્ફે મો. કાસીમ ઇસ્લામ અંસારી [ઉ.૨૪] ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મો.કાસીમ ઇસ્લામ અંસારીના નામથી બનાવેલું પાન કાર્ડ તેમજ આધાર કાર્ડ કબજે કર્યું હતું આ ઉપરાંત પોલીસે તેની પાસેથી એક એટીએમ કાર્ડ તેમજ બાંગ્લાદેશના સ્કુલ અને કોલેજના સર્ટીફિકેટ પણ કબજે કર્યા છે.
પોલીસે તેની પૂછપરછ કરતા તે મૂળ દુમદિયા જેશોર બાંગ્લાદેશનો વતની છે અને વર્ષ 2018માં પુટખલી બોર્ડરથી નદી પાર કરીને રાત્રીના સમયે ભારતીય વિસ્તારમાં પ્રવેશ્યો હતો અને બાદમાં મહેરપૂર, મુંબઈ તથા હૈદરાબાદ અને કર્ણાટકના ગુલબર્ગ ખાતે રહી મીટ કંપનીમાં કામ કર્યું છે અને ફરીથી મુંબઈ પનવેલ ખાતે આવીને કલર કેમિકલ કંપનીમાં સિક્યોરીટીની નોકરી કરી હતી અને બાદમાં વર્ષ 2021માં તે સુરત ખાતે આવી જુદા જુદા કારખાનામાં કપડા પ્રેસ કરવાનું કામ કરતો હતો.
વધુમાં આરોપી મુંબઈ ખાતે સિક્યુરીટીની નોકરી કરતો હતો તે દરમ્યાન બાંગ્લાદેશના મની એક્ષચેન્જર શરીફૂલ ઇસ્લામ સાથે સંપર્ક કરી ભારતીય આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી આપવા જણાવતા શરીફૂલ ઈસ્લામે તેના ઓળખીતા મુંબઈ ખાતેના એજન્ટ ખલીલ અહેમદ શેખનો સંપક કરાવી મોહમદ કાસીમ ઇસ્લામ અંસારી નામના ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે રૂબેલ હુસેન ટેકનીકલ જાણકાર હોવાનું પૂછપરછ દરમ્યાન જણાઈ આવ્યું છે તેના મોબાઈલ ફોન ચેક કરતા તેમાં સરળતાથી ટ્રેકના કરી શકાય એવી એપ્લીકેશનનો તે ઉપયોગ કરતો હતો તેમજ તેમાં ધાર્મિક જેહાદી સાહિત્ય હોવાનું જણાઈ આવ્યું છે તે ભારતમાં રોકાયો દરમ્યાન અન્ય ક્યાં ક્યાં વ્યક્તિઓના સંર્પકમાં તે આવ્યો છે અને અહીંથી બાંગ્લાદેશ ખાતે કોઈ આર્થિક વ્યવહારો કર્યા છે કે કેમ અને કરેલ છે તો કઈ રીતે કરેલ છે વગેરે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ડીસીપી રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે તેનું મૂળ નામ મો. રૂબેલ હુસેન શફીકુલ ઇસ્લામ છે પરંતુ તે અહિયાં મો. કાસીમ ઇસ્લામ અંસારી તરીકે રહેતો હતો. સુરતમાં તે હાલમાં કપડા પ્રેસ કરવાનું કામ કરતો હતો. તેની પાસેથી પાન કાર્ડ અને આધાર કાર્ડ મળી આવ્યા છે હવે તેનો ઈરાદો પાસપોર્ટ બનાવવાનો હતો એટલે તેણે બાંગ્લાદેશના એજ્યુકેશન રીલેટેડ સેકેન્ડરી બોર્ડનું ગ્રેજયુએશનું એવી રીતે અલગ અલગ 6 ડમી ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. તેના ફોનમાંથી ધાર્મિક જેહાદી પણ મળી આવ્યું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે