સુરતમાં AAP કોર્પોરેટરના બંગલામાં આગ, 6 સભ્યોએ કૂદીને જીવ બચાવ્યો, પણ પ્રિન્સ બહાર નીકળી ના શક્યો અને....
રાત્રિના બે વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. ઘરમાં આગ લાગવાના લીધે પરિવારના છ સભ્યોએ બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આનંદધારા સોસાયટીમાં રહેતા AAPના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના ઘરમાં આગ લાગતા 17 વર્ષીય પુત્રનું મૃત્યુ નિપજ્યું છે. રાત્રિના બે વાગ્યાની આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરતા આખા ઘરમાં ધુમાડો પ્રસરી ગયો હતો. ઘરમાં આગ લાગવાના લીધે પરિવારના છ સભ્યોએ બાજુના ઘરમાં કૂદીને પોતાનો જીવ બચાવી લીધો હતો.
નાના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ
જો કે 17 વર્ષીય પુત્ર પ્રિન્સ ધુમાડાના લીધે ફસાઈ ગયો અને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ આગ શોર્ટ સર્કિટના લીધે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. પરિવારના નાના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે.
ફાઈટરનો કાફલો પહોંચ્યો
આગ એટલી ભીષણ હતી કે થોડાક જ સમયમાં સમગ્ર મકાનનાં ધૂમાડો ધૂમાડો થઈ જવા પામ્યો હતો. જેથી પ્રિન્સ બહાર નીકળી શક્યો ન હતો. આગમાં દાઝી જવાના કારણે પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ ફાયર ફાઈટરને થતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પ્રિન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો
11 માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 12 ની બોર્ડની પરીક્ષાને લઈ પ્રિન્સ બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ત્યારે આખો પરિવાર સૂઈ રહ્યો હતો. મોડી રાત્રે બે વાગ્યાનાં આસપાસ અચાનક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે થોડી જ ક્ષણોમાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધું હતું.
પ્રિન્સ બહાર નીકળી શક્યો અને....
ઘરમાં બીજા માળે જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સૂઈ રહ્યા હતા. તે દરમ્યાન આગની ઘટના બનતા ભયનો માહોલ છવાયો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ પ્રિન્સ તેમજ તેના ભાઈને થઈ હતી, પરંતુ ધુમાડાનાકારણે તેઓ બહાર નીકળવામાં અસફળ રહ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે