ઓક્સિજનના સંકટ અંગે સુરત કલેક્ટરે આપ્યું મોટું નિવેદન, લોકોને ચેતવ્યા
Trending Photos
- હાલમાં સુરતભરમાં 200 ટનથી વધુ ઓક્સિજનની ડિમાન્ડ છે. આવામાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં પણ ઓક્સિજનનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું
ચેતન પટેલ/સુરત :ઝી 24 કલાકની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા સુરતની સિવિલ ના કોવિડ કેર સેન્ટર પર દર 5 મિનિટમાં 5 108 એમ્બ્યુલન્સ આવી રહી છે. આ આંકડાઓ સતત વધી રહ્યા છે. સુરતમાં અગાઉ જે પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ હાલ છે. આમાં સુરત મનપા ક્યાંય ને ક્યાંક આંકડા છુપાવતી હોઈ તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતના કલેક્ટરનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સુરતમાં હવે ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે. તેથી ઓક્સિજનના લીકેજ બગાડ અટકાવી ઓક્સિજનનો સંયમિત વપરાશ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો : એક એક શ્વાસ માટે રાજકોટમાં વલખા મારે છે કોરોના દર્દી, કુંદન હોસ્પિટલમાં 4 દર્દી મોતને ભેટ્યા
સુરતના કલેક્ટર ડો. ધવલ પટેલે લોકોને ચેતવ્યા કે, ઓક્સિજન જેટલો બચે એટલી કરો. રોજના 200 ટનના ઓક્સિજનનો વપરાશ છે. ઓક્સિજન રિફીલિંગ કરવામાં મોટાભાગે વેસ્ટ થતો હોય છે. તેથી લોકોને અપીલ છે કે, સપ્લાયર આ બાબતનુ ધ્યાન રાખો. સુરતમાં હવે ઓક્સિજન ડિમાન્ડ વધશે તો વ્યવસ્થા મુશ્કેલ બનશે. તેથી ઓક્સિજનનો બગાડ અટકાવીને ઓક્સિજનનો સંયમિત વપરાશ કરવા સુરતના કલેક્ટરે અપીલ કરી છે.
આ પણ વાંચો : માતા હોસ્પિટલ બહાર કરગરતી રહી કે, ‘મારા દીકરાને એડમિટ કરો, એ પોઝિટિવ છે’ પણ તંત્ર તમાશો જોતું રહ્યું
ઉલ્લેખનીય છે કે, હાલમાં સુરતભરમાં 200 ટનથી વધુ ઓક્સિજનની ડિમાન્ડ છે. આવામાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરાયું હતું. જેમાં પણ ઓક્સિજનનો વેડફાટ થતો હોવાનું સામે આવ્યું હતું. રિફિલિગ દરમિયાન ઓક્સિજનનો બગાડ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે