ગુજરાતની આ સરકારી શાળામાં ભણવા માલેતુજારો પણ કરે છે પડાપડી, ઓક્સફર્ડને પણ ટક્કર માટે તેવી

Surat Smart School : શ્રી છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળામાં સલ્મ વિસ્તારથી બાળકો આવે છે. આ બાળકો માટે પ્રાઇવેટ શાળા તો ઠીક પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળાને ટક્કર આપનાર સ્માર્ટ મોડલ સ્કૂલ તૈયાર થઈ છે
 

ગુજરાતની આ સરકારી શાળામાં ભણવા માલેતુજારો પણ કરે છે પડાપડી, ઓક્સફર્ડને પણ ટક્કર માટે તેવી

Surat Smart School ચેતન પટેલ/સુરત : શું શાકભાજીની લારી ચલાવનાર, સંચા કારખાનામાં મજૂરી કરનાર, ઓટો રિક્ષા ડ્રાઈવર અને સિક્યોરિટી ગાર્ડના બાળકોને આધુનિક શિક્ષણ ન મળવી શકે? આ સવાલ ઉભો થયો અને સુરતમાં શરૂ કરવામાં આવી છે 11 સ્માર્ટ મોડલ શાળા. જી, હા.. વાત સુરતના બમરોલી વિસ્તારમાં આવેલ છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળાની છે. આ શાળાને જોઈને ભલભલાને પોતાના બાળકોને અહીંયા ભણાવવાની ઈચ્છા થઈ જશે. કેમ કે આ સ્માર્ટ શાળામાં દરેક દિવાલ પર 3ડી પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે અને તે પણ વિષયના અભ્યાસક્રમને અનુરુપ. જેને જોઈને વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ગણિતના અઘરા ટોપિક પણ સહેલાઈથી યાદ રાખી શકે છે. અત્યાર સુધી આ શાળામાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી અભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ હવે અહીંયા દરેક વિદ્યાર્થીઓ સ્માર્ટ પેનલમાં અભ્યાસ કરે છે. આ સ્માર્ટ પેનલથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના શિક્ષકો પણ પુસ્તક સિવાયની અવનવી માહિતી મેળવી શકે છે.

સ્માર્ટ મોડલ શાળામાં શું છે તેની વાત કરીએ તો... 
શાળાની અંદર એક ફ્યુચર ક્લાસ છે. જેમાં બાળકો કોઈપણ પુસ્તક વિના માત્ર લેપટોપથી ભણે છે. જેના માટે એક ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. જેમાં એકસાથે 40 જેટલા લેપટોપ ચાર્જ થઈ જાય છે. આ સિવાય શાળાની અંદર સાયન્સ લેબ, મોટા પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા છે. બાળકોને ઘર જેવો અનુભવ થાય તે માટે શાળાની અંદર એક સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યો છે. જ્યાં વિદ્યાર્થીના જન્મદિવસે સેલ્ફી લઈને તેમના માતા-પિતાને મોકલવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થી કોઈ સિદ્ધિ હાંસલ કરે તો તેમની તસવીર લેવામાં આવે છે. આ સ્માર્ટ મોડલ શાળામાં માત્ર નિ:શુલ્ક ભણતર જ નહીં પરંતુ બાળકોને ઘરેથી લાવવા અને ઘર સુધી મોકલવા માટે બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલમાં છોટુભાઈ પુરાણી સરકારી શાળામાં 11 જેટલી વાન છે. જે દોઢ કિમી વિસ્તારના વિદ્યાર્થીઓે ઘરેથી શાળાએ લઈ આવે છે અને પછી તેમને ઘરે પણ મૂકી આવે છે. એક સમયે આ શાળામાં માત્ર 110 જેટલાં બાળકો અભ્યાસ કરતાં હતા. પરંતુ શાળાની સારી સુવિધાના કારણે હવે આ આંકડો 400ને પાર પહોંચી ગયો છે. આશા રાખીએ કે આવી સ્માર્ટ શાળાઓ આખા ગુજરાતમાં બને અને ગુજરાતનો કોઈપણ બાળક નિરક્ષર ન રહે.

આ પણ વાંચો : 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સ્માર્ટ મોડેલ શાળા તૈયાર કરવામાં આવી રહી છે. હાલના તબક્કામાં 11 જેટલી શાળાઓને સ્માર્ટ મોડેલ શાળામાં આવરી લેવામાં આવી છે અને આવનાર દિવસોમાં તેની સંખ્યા વધશે. 11 માંથી એક બમરોલી ગામની શ્રી છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળા જોઈ ભલભલાને પોતાના બાળકોને આ શાળામાં ભણાવવાની ઈચ્છા થઈ જશે. શ્રી છોટુભાઈ પુરાણી પ્રાથમિક શાળામાં સલ્મ વિસ્તારથી બાળકો આવે છે. આ બાળકો માટે પ્રાઇવેટ શાળા તો ઠીક પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળાને ટક્કર આપનાર સ્માર્ટ મોડલ સ્કૂલ તૈયાર થઈ છે.

શાળાની અંદર સાયન્સ લેબ, મોટા પ્લે ગ્રાઉન્ડ સહિતની તમામ સુવિધાઓ તો છે જ, પરંતુ બાળકોને ઘર જેવા માહોલ અને લાગણીનો અનુભવ થાય આ માટે શાળાની અંદર એક ખાસ સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યારે કોઈપણ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય ત્યારે આ સેલ્ફી પોઇન્ટ પરથી તેમની સેલ્ફી લઈ તેમને માતા-પિતાને મોકલવામાં આવે છે. એટલું જ નહીં એક એવો પોઇન્ટ પણ છે જ્યાં વિદ્યાર્થીઓ કોઈ અચીવમેન્ટ હાંસેલ કરે, ત્યારે ત્યાં પણ તેની તસવીર લેવામાં આવતી હોય છે. માત્ર નિ:શુલ્ક ભણતર જ નહીં પરંતુ બાળકોને ઘરેથી લાવવા અને ઘર સુધી મોકલવા માટેની નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શ્રી છોટુભાઈ પુરાણી સરકારી શાળામાં 11 જેટલી વાન છે. જે દોઢ કિલોમીટર વિસ્તારના વિદ્યાર્થીઓને ઘરે થી શાળાએ અને શાળા થી ઘરે મુકવાનું કામ કરે છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news