ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને રાહત, રાજ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ઉઠાવતી સુપ્રીમ કોર્ટ
8 ફેબ્રુઆરી 2004ના દિવસે નિલેશ રૈયાણીની હત્યા કરવામાં આવી હતી.
Trending Photos
રાજકોટઃ ગોંડલમાં વર્ષ 2004માં નિલેશ રૈયાણીની હત્યાના કેસમાં વિધાનસભા ચૂંટણી 2017 પહેલા હાઈકોર્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીતસિંહ જાડેજા અને મહેન્દ્ર સિંહ રાણાને દોષિ ગણાવીને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ જયરાજસિંહ દ્વારા સુપ્રીમમાં જામીન અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાતમાંથી બહાર રહેવાની શરતે જયરાજસિંહને જામીન મળ્યા હતા. તો આજે સુપ્રીમ કોર્ટે જયરાજસિંહને મોટી રાહત આપતા ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી.
તો બીજીતરફ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને રાજ્યમાં પ્રવેશ મળવાની મંજૂરી મળતા જ ગોંડલમાં તેમના નિવાસ્થાને સમર્થકો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. તેમના સમર્થકોએ કહ્યું કે, આ ખુશીની ક્ષણ છે. અમે છેલ્લા ઘણા સમયથી જયરાજસિંહને મળવાની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે અમને ખુશીના સમાચાર આપ્યા છે.
શું છે આ હત્યા કેસ
આ કેસની મુખ્ય વિગત મુજબ 8 ફેબ્રુઆરી 2004ના રાજ ગોંડલના જેસિંગ કાળા ચોકમાં જીપમાં પસાર થઈ રહેલા નિલેશ રૈયાણી, જયેશ સાટોડિયા અને રામજી મારકણા જઈ રહ્યાં હતા આ દરમિયાન જયરાજસિંહ, અમરજીતસિંહ સહિતના આરોપીઓએ ફાયરિંગ કરીને નિલેશ રૈયાણીની હત્યા કરી દીધી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે