Breaking : SCએ આપી ભગા બારડને મોટી રાહત, તલાલા પેટાચૂંટણી કેન્સલ

ઈલેક્શન પહેલા જ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. તલાલા બેઠક ખાલી કરવાના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે. 

Breaking : SCએ આપી ભગા બારડને મોટી રાહત, તલાલા પેટાચૂંટણી કેન્સલ

હિતેન વિઠ્ઠલાણી/દિલ્હી :ઈલેક્શન પહેલા જ ભગવાન બારડને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે. તલાલા બેઠક ખાલી કરવાના જાહેરનામા પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી છે. 

હાઈકોર્ટે ભગા બારડની સજા પરનો સ્ટે યથાવત રાખ્યો હતો
કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડને ઉતાવળે સસ્પેન્ડ કરી દેવાના વિધાનસભાના સ્પીકરના નિર્ણયને પડકારતી રિટમાં હાઈકોર્ટના જસ્ટીસ એસ.આર.બ્રમભટ્ટ ખંડપીઠ રાજ્યની વિધાનસભા સચિવ અને મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ ફટકારી હતી. આ કેસની સુનાવણી હાથ ધરાઇ હતી જેમાં સરકાર અને ચૂંટણી પંચની રજૂઆતો પૂર્ણ થતા આજે ચુકાદો આવ્યો હતો. હાઈકોર્ટે ભગા બારડની સજા પરનો સ્ટે પણ યથાવત રાખ્યો છે. તેમજ ચૂંટણી પંચની પ્રોસેસની પણ યોગ્ય ગણાવી છે. ત્યારે હવે 23મી માર્ચના રોજ તલાલા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.  

હાઈકોર્ટના સ્ટે બાદ ભાજપે ગઈકાલે રવિવારના રોજ તલાલાની પેટાચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યો હતો. તલાલામાં યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે જશા બારડને ટિકીટ આપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news