2002ના રમખાણોમાં PM મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી

ગુજરાતમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણો (Gujarat Riots) ની તપાસ કરનારી SITના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુનવણી 14 એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં 6 વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ (Gulbarga Massacre case) અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે. 

2002ના રમખાણોમાં PM મોદીને ક્લીનચીટ આપતી અરજી પર સુનાવણી ટળી

અમદાવાદ :ગુજરાતમાં 2002ના ગોધરા હત્યાકાંડ બાદ થયેલા રમખાણો (Gujarat Riots) ની તપાસ કરનારી SITના ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તત્કાલીન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમજ અન્યોને ક્લીનચીટ આપવાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રિમ કોર્ટે (Supreme Court) સુનાવણી 14 એપ્રિલના રોજ ટાળી છે. જોકે, મંગળવારે જસ્ટિસ એ.એમ ખાનવિલકરની બેન્ચે અરજી કરનારા તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની ગેરહાજરી પર સુનાવણી ટાળવાના આગ્રહને માની લીધું છે અને કહ્યું કે, આ કેસમાં 6 વાર સુનાવણી ટાળવામાં આવી છે. અમે તેને કેટલા લાંબા સમય સુધી આવી રીતે જ રાખીશું. તમે અમને એક તારીખ જણાવો જેમાં બંને પક્ષ ઉપસ્થિત રહે. આમ, ગુલબર્ગ સોસાયટી રમખાણ (Gulbarga Massacre case) અને હિંસા મામલામાં ઝાકિય જાફરી તરફથી અરજીમાં મંગળવારે સુપ્રિમ કોર્ટે સુનવણી ટાળી છે. 

રમખાણો દરમિયાન થયેલો આગનો બનાવ અને હિંસામાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્નીએ આ મામલે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. હકીકતમાં ગુજરાત રાજ્ય તરફથી રજૂ થયેલ અર્પણા ભટ્ટે બેન્ચને જણાવ્યું કે, કપિલ સિબ્બલે સુનવણી ટાળવાનો આગ્રહ કર્યો છે. હકીકતમાં, 3 ડિસેમ્બર, 2018ના રોજ જસ્ટિસ એ.એમ ખાનવિલકર અને જસ્ટિસ હેમંત ગુપ્તાની બેન્ચે આ સુનવણી અરજી કરનાર ઝાકિયા જાફરી અને તિસ્તા સેતલવાડ માટે રજૂ થયેલ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલના અનુરોધ પર સ્થગિત કરાઈ હતી. 

સુનવણીમાં સિબ્બલે કહ્યું હતું કે, તેઓ આ સંબંધમાં મોટી માત્રામાં દસ્તાવેજ દાખલ કરવા માંગે છે, જેનાથી માલૂમ પડે છે આ એક મોટું ષડયંત્ર હતું. સિબ્બલે કહ્યું હતું કે, આ મામલો ગુલબર્ગ સોસાયટી સાથે જ જોડાયેલો નથી. આ પહેલા સુનવણીમાં SITએ સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની એનજીઓ સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ તરફથી અરજી દાખલ કરવાનો વિરોધ કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news