Teesta setalvad: સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને આપ્યા વચગાળાના જામીન, કોર્ટે કહ્યું- 'મહિલા બે મહિનાથી જેલમાં છે'

Teesta Setalvad, Supreme Court: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે અમને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં રાજ્ય સરકારને જવાબ આપવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.

Teesta setalvad: સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડને આપ્યા વચગાળાના જામીન, કોર્ટે કહ્યું- 'મહિલા બે મહિનાથી જેલમાં છે'

અમદાવાદ: સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડને આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટમાં તિસ્તાએ નીચલી કોર્ટ અને હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ગુજરાત રાજ્ય અને તિસ્તાના વકીલોની દલીલો સાંભળી છે અને જાણ્યું છે કે તિસ્તા બે મહિનાથી વધુ સમયથી જેલમાં છે અને આ અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારે અમને જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટને આ મામલે સુનાવણી કરવાની મંજૂરી આપવામાં આવે. જ્યાં રાજ્ય સરકારને જવાબ આપવા માટે છ સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો.

— ANI (@ANI) September 2, 2022

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અમે કેસની યોગ્યતા પર નથી જતા અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામીન આપીએ છીએ, કારણ કે મહિલા બે મહિનાથી જેલમાં છે. બીજું કે તપાસ એજન્સીએ સાત દિવસ સુધી પૂછપરછ કરી છે, જે પૂર્ણ થઈ ગઈ છે, તેથી અરજદારને રાહત મળવી જોઈએ.

સીજેઆઈએ પૂછ્યું કે શું સાક્ષીઓને તિસ્તા સેતલવાડ દ્વારા ક્યારેય હેરાન કરવામાં આવ્યા હતા અથવા તેમના તરફથી કોઈ દબાણ હતું. આના પર એસજી મહેતાએ કહ્યું કે આવી કોઈ ફરિયાદ નથી. સીજેઆઈએ સિબ્બલને પણ પૂછ્યું કે તમારે આ અંગે કંઈક કહેવું છે. કોર્ટે એ પણ પૂછ્યું કે શું તિસ્તાની પૂછપરછમાં કંઈ મળ્યું છે. કેટલા દિવસ સુધી પૂછપરછ હાથ ધરવામાં આવી? આ અંગે એસજીએ જણાવ્યું હતું કે 7 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

તિસ્તાના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે. 2002માં બનેલી ઘટનાનો આજે 2022માં આરોપ લગાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તમારા પર પુરાવા સાથે ચેડા કરવાનો કોઈ આરોપ છે. આના પર સિબ્બલે કહ્યું, બિલકુલ નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news