રાજકોટમાં યુવતીએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ છે એકદમ આશ્ચર્યજનક

માસ્ટર ડિગ્રી માટેનું જરૂરી સર્ટિફિકેટ આવવામાં મોડું થતા આઇ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચા રહ્યું છે. જ્યારે મૃતક યુવતી હેતલ ભોજાણીના પિતા નિવૃત્ત મામલતદાર છે. 

રાજકોટમાં યુવતીએ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ છે એકદમ આશ્ચર્યજનક

દિવ્યેશ જોશી/રાજકોટ: શહેરમાં આવેલ ઋષિવાટીકા સોસાયટીમાં રહેતી હેતલ ભોજાણી નામની યુવતીએ ગઈકાલે રાત્રિના આપઘાત કરી લીધો હતો. આ યુવતીએ શનિવારે રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે આવેલ મુખ્ય માર્ગ પર અગ્નિ સ્નાન કર્યું હતું.

મૃતક હેતલ ભોજાણી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી માસ્ટર ડિગ્રી કરી રહી હતી. ત્યારે માસ્ટર ડિગ્રી માટેનું જરૂરી સર્ટિફિકેટ આવવામાં મોડું થતા આઇ યુવતી ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક રીતે ચર્ચા રહ્યું છે. જ્યારે મૃતક યુવતી હેતલ ભોજાણીના પિતા નિવૃત્ત મામલતદાર છે. 

આ યુવતીએ શનિવારે મોડી રાત્રીના 03:00 વાગ્યે ઘર પાસે આવે મુખ્ય માર્ગ પાસે અગ્નિસ્નાન કર્યું ત્યારે તેના પાડોશમાં રહેતા દીપકભાઈ રાત્રિના ત્રણ વાગ્યે ગેટ બંધ કરવા માટે બહાર નીકળ્યા ત્યારે તેમણે મૃતક હેતલ અગ્નિ સ્નાન કરી મુખ્ય માર્ગ પર વલખા મારી રહી હતી. જેથી દીપકભાઈ એ તાત્કાલિક આ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.

અગ્નિસનાન કરેલ યુવતીને સારવાર મળે તે પહેલા જ તેનો મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે પોલીસ દ્વારા વૃદ્ધિને સિવિલ હોસ્પિટલને પીએમ ખાતે મોકલી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news