અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી (Surgery) કરવામાં આવી છે

અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી, બે મહિનામાં 950 થી વધુની સારવાર

અતુલ તિવારી/ અમદાવાદ: એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) 67 દિવસમાં 984 મ્યુકરમાઇકોસિસના (Mucormycosis) દર્દીઓએ સારવાર મેળવી છે. જેમાંથી 551 દર્દીઓની સર્જરી (Surgery) કરવામાં આવી છે. ગુજરાત સરકારે મ્યુકરમાઇકોસિસને (Black fungus) મહામારી જાહેર કરી છે. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર માટે અલાયદા વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગના તબીબો દિવસ-રાત મ્યુકરમાઇકોસિસ રોગ પીડિત દર્દીઓની સેવા-શુશ્રૂષામાં કાર્યરત છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) દ્વારા મ્યુકરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એવા એમ્ફોટેરેસિન (lyophilize) ઇન્જેકશનનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ઇન્જેક્શન અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં (Privet Hospital) સારવાર મેળવી રહેલા દર્દીઓને પણ નક્કી કરેલી પ્રક્રિયા દ્વારા પુરા પાડવામાં આવે છે.

મ્યુકરમાઇકોસિસની (Mucormycosis) સારવારમાં ઉપયોગી અન્ય ઇન્જેકશન એવા લાયફોસોમેલ એમ્ફોટેરેસિન ઇન્જેક્શનના (Lymphocytes amphotericin injection) વિતરણ માટે પણ પાંચ નિષ્ણાંત તબીબોની કમીટી બનાવવામાં આવી છે, જે દર્દીની શારિરીક જરૂરિયાત અને બ્લડ રીપોર્ટના માપદંડોના આધારે આ ઇન્જેકશનનું વિતરણ કરવામાં આવે છે.

જે દર્દીના બ્લડ રીપોર્ટસમાં સીરમ અને ક્રિએટીનીનનું સ્તર વધુ હોય, મ્યુકરની ફંગસ(ફુગ) મગજ સુધી પહોંચી હોય, દર્દી એક કિડની પર જ નિર્ભર હોય, નેફ્રોલોજીસ્ટની ભલામણ હોય, તેવા મ્યુકરમાઇકોસિસના દર્દીને જ આ કમિટી દ્વારા આ ઇન્જેકશન આપવાનું નક્કી કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news