સુરત: ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ટ્યુશન ટીચરના ટોર્ચરથી કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરના અમરોલી વિસ્તારમાં ધોરણ 10માં આભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરોલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને ટ્યુશન ટીચર દ્વારા ટોર્ચર કરવાથી વિદ્યાર્થીનીએ એપાર્ટમેન્ટના ધાબા પરથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે વિદ્યાર્થીનીનો બચાવ થયો હતો. 

સુરત: ધોરણ 10ની વિદ્યાર્થીનીએ ટ્યુશન ટીચરના ટોર્ચરથી કર્યો આપઘાતનો પ્રયાસ

તેજશ મોદી/સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં ધોરણ 10માં આભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમરોલી વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને ટ્યુશન ટીચર દ્વારા ટોર્ચર કરવાથી વિદ્યાર્થીનીએ એપાર્ટમેન્ટના ધાબા પરથી કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે વિદ્યાર્થીનીનો બચાવ થયો હતો. 

આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીએ એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે , તેના ટ્યુશન ટીચર દ્વારા તેને ટોચર કરવામાં આવતું હોવાથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ગત બીજી જુલાઇના દિવસે બની હતી. અત્યારે વિદ્યાર્થીની હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.

ટીચર દ્વારા અગાઉ વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવી હતી. જેથી ડિપ્રેશનમાં આવીને વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરનાર યુવતિ દ્વારા લખવામાં આવેલા સ્યુસાઇટ નોટના આઘારે શહેર પોલીસ દ્વારા ટ્યુશન ટીચર અંગે તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીની અત્યારે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news