વિદ્યાર્થીનીએ પ્રોફેસર પર છેડતીનો આરોપ લગાવ્યો, રાજકોટની હોમિયોપેથિક કોલેજની ઘટના

પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટની હોમિયોપેથિક કોલેજમાં એક પ્રોફેસરના અણગમતી રીતે સ્પર્શને કારણે વિરોધ નોંધાવ્યો હતો અને હડતાળ પાડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજની બહાર એકઠા થઈને હલ્લાબોલ બોલાવ્યું હતું અને પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મૂકવાની માંગ કરી હતી. 

વિદ્યાર્થીનીએ પ્રોફેસર પર છેડતીનો આરોપ લગાવ્યો, રાજકોટની હોમિયોપેથિક કોલેજની ઘટના

સત્યમ હંસોરા/રાજકોટ :પારુલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટની હોમિયોપેથિક કોલેજમાં એક પ્રોફેસરના અણગમતી રીતે સ્પર્શને કારણે વિરોધ નોંધાવ્યો હતો અને હડતાળ પાડી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજની બહાર એકઠા થઈને હલ્લાબોલ બોલાવ્યું હતું અને પ્રોફેસરને કોલેજમાંથી કાઢી મૂકવાની માંગ કરી હતી. 

ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથિક કોલેજમા સવારથી જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે, પ્રથમ વર્ષની એક વિદ્યાર્થીનીને શનિવારે કોલેજ છૂટવાના સમયે પ્રોફેસર ભાસ્કર ભટ્ટે છેડતી કરી હતી. ત્યારે સોમવારે સવારથી જ વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ મામલે નિરાકરણ ન આવે તો અમે હડતાળ ચાલુ રાખીશું. આ મામલે રાજકોટ પોલીસ પણ કોલેજમાં પહોંચી ગઈ હતી, અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ પ્રોફેસર ભાસ્કર ભટ્ટને કોલેજમાંથી કાઢી મૂકવાની પણ માંગ કરી છે.

પ્રોફેસરનું નિવેદન
કોલેજના પ્રોફેસર ભાસ્કર બટ્ટ કોલેજમાં 4 વર્ષથી ડિસીપ્લીન કમિટીના હેડ છે. તેથી તેમણે કહ્યું કે, વિદ્યાર્થીનીઓના આક્ષેપ પાયાવિહોણા છે. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને ડિસીપ્લીન બાબતે મેં ઠપકો આપ્યો હોય, તેમાંથી કોઈ ટીખળખોર વિદ્યાર્થીએ આવું કર્યું છે. દરેક ક્લાસરૂમમાં સીસીટીવી લાગેલા જ છે, તે પણ ચકાસી શકાય છે. સીસીટીવી કેમેરામાં ક્યાંય કંઈ મેં ખોટુ કર્યું હોય તેવું દેખાયું જ નથી. હોય તો પુરાવા મળે ને. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news