Mothers Day : પોતાની જીવની પરવા કરવા કર્યા વગર થેલેસેમિયાગ્રસ્ત કિંજલ બની ‘માતા’

જનનીની જોડ સખી નહિ જડે... આ વાક્ય એટલા માટે સાર્થક છે કે જે ત્યાગ, બલિદાન અને જોખમ એક માતા જ પોતાના સંતાન માટે ઉઠાવી શકે. દુનિયા તમામ મુસીબતો સામે લડવાની તાકાત પણ એક માતામાં હોય છે. આજે મધર્સ ડે (Mothers Day) પર એક એવી માતાની વાત કરીએ જેને તમામ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને પોતાના જીવની પણ પરવા કર્યા વગર માતૃત્વ ધારણ કર્યું. 

Mothers Day : પોતાની જીવની પરવા કરવા કર્યા વગર થેલેસેમિયાગ્રસ્ત કિંજલ બની ‘માતા’

આશ્કા જાની/અમદાવાદ :જનનીની જોડ સખી નહિ જડે... આ વાક્ય એટલા માટે સાર્થક છે કે જે ત્યાગ, બલિદાન અને જોખમ એક માતા જ પોતાના સંતાન માટે ઉઠાવી શકે. દુનિયા તમામ મુસીબતો સામે લડવાની તાકાત પણ એક માતામાં હોય છે. આજે મધર્સ ડે (Mothers Day) પર એક એવી માતાની વાત કરીએ જેને તમામ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને પોતાના જીવની પણ પરવા કર્યા વગર માતૃત્વ ધારણ કર્યું. 

વાત છે કિંજલ લાઠીની, જેઓ જન્મથી જ થેલેસેમિયાગ્રસ્ત છે. કિંજલે વર્ષ 2017 માં પોતાના પ્રિય પાત્ર નવીન સાથે લગ્ન કર્યા. પરંતુ દરેક સ્ત્રી માતા બને ત્યારે જ તે સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે. માતા બનવાનો આનંદ સૌભાગ્ય જ અલગ હોય છે. લગ્ન બાદ કિંજલના પતિએ બાળક દત્તક લેવાની વાત કરી. પરંતુ કિંજલ પોતે માતૃત્વનો એહસાસ કરવા માંગતી હતી. કહેવાય છે ને ચાહ છે તો રાહ મળે છે અને જે ઇચ્છા દિલથી કરી હોય તો ભગવાન પૂર્ણ કરવામાં મદદ કરે છે. 

આવું જ કંઈક કિંજલના કેસમાં બન્યું. 1 મહિનામાં બે વખત જેને જીવ માટે લોહી ચડાવવું પડે તેવી કિંજલ પ્રેગ્નેન્ટ થઈ ત્યારે તેને 9 મહિનામાં જ 36 જેટલી બ્લડની બોટલ ચડાવવી પડી હતી. સાથે જ એક ઈન્જેક્શન જે પમ્પ દ્વારા લેતી હતી, જે 12 કલાક સુધી શરીરમાં રાખવું પડે, એક સમય એવો આવ્યો કે પરિવારના લોકો અને કિંજલની સારવાર કરનાર ડોક્ટર પણ ચિતામાં મૂકાઈ ગયા હતા, પરંતુ કિંજલ હિંમત ન હારી. દરેક મુશ્કેલીનો સામનો કરી અને કિંજલ લાઠીએ એક સ્વસ્થ દીકરીને જન્મ આપ્યો. આજે તે સફળ માતા બનીને જીવન પસાર કરી રહી છે.  

કિંજલનું કહેવું છે કે, એક માતાએ તેના બાળક માટે સંઘર્ષ કરવો પડે છે. કિંજલની માતા જ તેનો આદર્શ છે. કેમ કે તેની માતાએ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેને મોટી કરી છે અને તેને પણ તેને માતાની જેમ અનેક સમસ્યાઓ વચ્ચે બાળકીને જન્મ આપ્યો છે. 

આજના દિવસે કિંજલ એક સંદેશ લોકોને આપવા માંગે છે કે, માતા પોતાના બાળક માટે દુનિયા સામે લડી જાય છે. અનેક સમસ્યાઓ બાદ જ્યારે કિંજલે એક દીકરીને જન્મ આપ્યો ત્યાર ભગવાનને તેને દુનિયાભરની ખુશી આપી દીધી તેવું લાગી રહ્યુ છે અને આજે પણ તે વાત કરતા આંખમાં આંસુ આવી જાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news