અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, કરિયાવરમાં મળી અનેક ભેટ!

સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા 7 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયો. આ સાથે સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી છે.

અંતરની આંખે, પવિત્ર અગ્નિની સાક્ષીએ 14 પ્રજ્ઞાચક્ષુઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, કરિયાવરમાં મળી અનેક ભેટ!

અમદાવાદ: સરખેજમાં આજે 14 પ્રજ્ઞાચક્ષુઓ અગ્નિની સાક્ષીએ લગ્નના પ્રવિત્ર બંધનમાં બંધાયા છે. ઢોલ-શરણાઈ, જાનનું સ્વાગત, હસ્તમેળાપ અને વિદાય સહિતની વિધિથી પ્રજ્ઞાચક્ષુ યુવક અને યુવતીઓના લગ્ન થયા છે. સુરેન્દ્રનગરની સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજે અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ દંપતીઓના સમૂહ લગ્ન યોજ્યા છે. આ સમૂહ લગ્નમાં 91 જેટલી કરિયાવરની વસ્તુઓ દંપતીને ભેટમાં આપવામાં આવી છે. સાથોસાથ પરણનાર અંધ કન્યાઓને કાયમી અન્ય દાતા તરફથી કાયમી વસ્ત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્વારા 7 પ્રજ્ઞાચક્ષુ દીકરીઓના સમૂહ લગ્ન યોજાયો. આ સાથે સરખેજ ધોળકા હાઇવે ઉપર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયૂ સેવા સદનના નામે હોસ્ટેલ બનાવવાં આવી રહી છે. અત્યાર સુધી સંસ્થાએ 300 પ્રજ્ઞાચક્ષુઓને રોજગાર આપ્યો છે. 

વર-કન્યાને 91 વસ્તુઓ કરિયાવરમાં અપાશે
આ સમૂહ લગ્નમાં કરિયાવરની વસ્તુઓની પણ લાંબી યાદી છે. દાતાઓ તરફથી આશરે 91 જેટલી કરિયાવરની વસ્તુઓ દંપતીને ભેટ કરવામાં આવશે જેમાં રસોડામાં કુકર, વાસણનો ઘોડો, ચાની કીટલી, સ્ટીલની ટ્રે, લંચ-ડિનર સેટ, પૂરીનું મશીન, પાણીનો સ્ટીલનો જગ, ગેસ સ્ટવ, લાઈટર, લાકડાના પાટલી વેલણ, વેફર પાડવા માટે મશીન, ઢોકળિયું, સ્ટીલનું બેડું, ટિફિન, સ્ટીલની ડોલ, સ્ટીલના ડબ્બા, ઠંડા પાણીની સ્ટીલની બોટલ, બરણી, બેસવાનો પાટલો, ચા-ખાંડ મસાલાના ડબ્બા, નોનસ્ટિક લોઢી, 6 તપેલી, ફ્રીઝ, ચીલી કટર, બ્લેન્ડર, ઇસ્ત્રી, મિક્સર, પંખો, મ્યુઝિક ડંકા વાળી દિવાલની ઘડિયાળ, બાથરૂમ સેટ મુખવાસદાની, સેટ સોય દોરાનો ડબ્બો, 4 પ્લાસ્ટિકની ખુરશી, સુટકેસ, ટ્રોલી બેગ, કટલરી, બ્લેન્કેટ, ગરમ સાલ, સ્વેટર્સ, પાનેતર સાથે 11 જોડી સાડી બ્લાઉઝ, ડ્રેસ, પેટી પલંગ, ગાદલુ, ઓશીકા, ત્રિપોઈ, કબાટ સોનાની બુટ્ટી, નાકની ચુક, ચાંદીનું મંગલસૂત્ર, ચાંદીની પાયલ, ચાંદીના કંગન, વરરાજાની શેરવાની તથા મોજડી, અને પૂજાનો સેટ કરિયાવરમાં આપવામાં આવનાર છે. સાથોસાથ પરણનાર અંધ કન્યાઓને કાયમી અન્ય દાતા તરફથી કાયમી વસ્ત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું.

તમને જણાવી દઈએ કે, સી.યુ.શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થા દ્વારા આયોજીત કરાયેલો આ 28મો લગ્નોત્સવ છે. આ સંસ્થા સરખેજ ધોળકા હાઈવે પર 800 પ્રજ્ઞાચક્ષુ યુવાનો માટે સરયુ સેવા સદનના નામે હોસ્ટેલ પણ બનાવી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news