આ માસુમનો શું વાંક હતો? સાવકી દીકરી ગમતી ન હોવાથી પિતાએ તેને ઢોર માર માર્યો

રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટમાં મહિલાના પતિએ પૂર્વ પતિની દીકરીને માર માર્યો હતો. સાવકા પિતાએ 3 વર્ષની બાળકીને એટલી બેરહેમીથી માર માર્યો કે 3 વર્ષની બાળકીના શરીરે, પેટના ભાગમાં ઈજાના નિશાન પડ્યા હતા. પૂર્વ પતિની બાળકી હોવાથી હાલના પતિને ગમતુ ન હોવાની વાત સામે આવતા જ લોકોએ સાવકા પિતા પર ફિટકાર વરસાવ્યો હતો. એટલુ જ નહિ, સાવકા પતિ અને નણદોયે સાથે મળીને બાળકીને માર માર્યો હતો. બાળકીને સારવાર અર્થે ખસેડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. 
આ માસુમનો શું વાંક હતો? સાવકી દીકરી ગમતી ન હોવાથી પિતાએ તેને ઢોર માર માર્યો

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :રાજકોટ જિલ્લાના ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજકોટના ઉપલેટમાં મહિલાના પતિએ પૂર્વ પતિની દીકરીને માર માર્યો હતો. સાવકા પિતાએ 3 વર્ષની બાળકીને એટલી બેરહેમીથી માર માર્યો કે 3 વર્ષની બાળકીના શરીરે, પેટના ભાગમાં ઈજાના નિશાન પડ્યા હતા. પૂર્વ પતિની બાળકી હોવાથી હાલના પતિને ગમતુ ન હોવાની વાત સામે આવતા જ લોકોએ સાવકા પિતા પર ફિટકાર વરસાવ્યો હતો. એટલુ જ નહિ, સાવકા પતિ અને નણદોયે સાથે મળીને બાળકીને માર માર્યો હતો. બાળકીને સારવાર અર્થે ખસેડતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. 

હાલ આ ઈજાગ્રસ્ત બાળકી સારવાર હેઠળ છે. પોલીસે પતિ અને પત્નીની ઉલટ તપાસ શરૂ કરી છે. મહિલા પ્રેમ લગ્ન કરી હાલમાં બીજા પતિ સાથે રહેતી હતી. પણ, ઘણા સમયથી હાલનો પતિ ત્રણ વર્ષની સાવકી દીકરીને માર મારતો હતો. ઉપલેટાના સમઢીયાળાના દંપતી બાળકી સાથે પાટણવાવ ગામે નણંદના ઘરે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. સમગ્ર મામલે પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

ઉપલેટા તાલુકાના સમઢીયાળા ગામની અંજનાબેન ધર્મેશભાઈ ચુડાસમા નામમની મહિલા પ્રેમ લગ્ન કરી સાસરે રહેતી હતી. પહેલા પતિથી તેને એક દીકરી હતી. અંજનાબેન કોટેજ હોસ્પિટલ ખાતે પોતાની 3 વર્ષની દીકરી ક્રિષ્ના ધર્મેશભાઈ ચુડાસમાને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવી હતી. જ્યાં દીકરીના શરીર પર અનેક ઈજાના નિશાન હતા. જેથી તેની ઉલટ તપાસ કરતા જાણવા મળ્યુ કે, મહિલાના આ બીજા લગ્ન હતા. બાળકી તેના પહેલા પતિની હતી. જેથી સાવકો પિતા દ્વારા બાળકીને શરીર, પેટના ભાગો અને ગુપ્તાંગ વગેરે ભાગોમાં માર મારવામાં આવ્યો હતો. તેમજ તેના માથાના વાળ પણ ખેંચવામાં આવતા હતા. સાવકો પિતા તેને ઢોર માર મારતો હતો.

મહિલાના જણાવ્યાં પ્રમાણે પોતાના આ બીજા લગ્ન હોય અને મારા આગલા ઘરની બાળકી તેને ગમતી ન હોવાથી આવું કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. 7 ફેબ્રુઆરીના પતિ ધર્મેશ ચુડાસમા અને નણદોયા સંજય મૂછડિયાએ બાળકીને માર માર્યો હતો. ઉપલેટા સમઢીયાળાના દંપતી બાળકી સાથે પાટણવાવ ગામે નણંદના ઘરે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. ત્યારે પાટણવાવ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news