સુરત કરૂણાંતિકા: ધોરણ 12નું પરિણામ જોવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ

સરથાણા વિસ્તારના તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે.

સુરત કરૂણાંતિકા: ધોરણ 12નું પરિણામ જોવે તે પહેલા જ વિદ્યાર્થીનીએ પકડી અંતિમવાટ

જય પટેલ, સુરત: સરથાણા વિસ્તારના તક્ષશીલા આર્કેડમાં ગઇકાલે બનેલી આગની દુર્ઘટનામાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. જેને લઇ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતના મોટા વરાછા ખાતે આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે રેહતી કૃતિ નિલેશભાઈ દયાળનું મૃત્યુ થયું છે. જેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જો કે, આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે આજરોજ તેનું ધોરણ 12નું પરિણામ હતું. પરંતુ મૃતક કૃતિ તેનું ધોરણ 12નું પરિણામ જોઇ શકે તે પહેલા અંતિમવાટ પકડી હતી.

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડમાં ગઇકાલે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં 20 વિદ્યાર્થીઓના મોત થયા છે. આર્કેડમાં આગ લાગતાં ટ્યૂશન ક્લાસિસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા દોડ્યા હતા. પરંતુ બહાર નીકળવાનો રસ્તો બંધ થઇ જતા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ લગાવવી પડી હતી. જેમાં ઇજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં સુરતના મોટા વરાછા ખાતે આવેલી ક્રિષ્નાપાર્ક ખાતે રહેતી કૃતિ નિલેશભાઇ દયાળનું મૃત્યુ થયું હતું. મૃતક કૃતિ દયાળ Aspire International Public Schoolમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. જેની અંતિમયાત્રામાં સગા સંબધીઓ સહીત મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. ત્યારે મૃતક કૃતિ દયાળનું આજે ધોરણ 12નું પરિણામ જાહેર થયું છે. જોકે, મૃતક કૃતિ તેનું ધોરણ 12નું પરિણામ જોઇ શકે તે પહેલા અંતિમવાટ પકડી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news