સુરત કરૂણાંતિકાઃ અનેક વિદ્યાર્થીઓનો જીવ બચાવનારા કેતને જણાવ્યું કે, 40-45 મિનટ પછી આવી ફાયર બ્રિગેડ

સુરતના પોલિસ કમિશનર સતીશ શર્માએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કોચિંગ સેન્ટરના સંચાલકની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બે આરોપી હજુ ફરાર છે 
 

સુરત કરૂણાંતિકાઃ અનેક વિદ્યાર્થીઓનો જીવ બચાવનારા કેતને જણાવ્યું કે, 40-45 મિનટ પછી આવી ફાયર બ્રિગેડ

સુરતઃ સુરતમાં ગઈકાલે સાંજે સરથાણા ખાતે એક શોપિંગ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 20 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. આ કોચિંગ સેન્ટરના સંચાલક ભાર્ગવ બુટાણી, બિલ્ડિંગ બનાવનારા બિલ્ડર હર્ષલવેકારિયા અને જિગ્નેશ સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે. ટ્યુશન ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની અટકાયત કરવામાં આવી છે. 

આ ટ્યુશન ક્લાસિસમાં અચાનક ફાટી નિકળેલી આગ પછી તેમાં જ ભણતા કેતન નામના એક વિદ્યાર્થીએ પોતાની અનેક સાથી વિદ્યાર્થીઓનો જીવ બચાવ્યો હતો. કેતને જણાવ્યું કે, "આગ લાગવાને કારણે ક્લાસિસમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. પહેલા તો મને ખબર જ ન પડી કે શું કરવું જોઈએ. ત્યાર પછી મેં એક સીડી લીધી અને ત્યાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર નિકળવામાં મદદ કરી હતી."

— ANI (@ANI) May 25, 2019

કેતને વધુમાં જણાવ્યું કે, "આગની જ્વાળાઓ વચ્ચે મેં લગભગ 8-10 લોકોને બચાવ્યા હતા. ત્યાર પછી પણ બીજા બે વિદ્યાર્થીઓને મેં બચાવ્યા. આ ઘટનાના લગભગ 40-45 મિનિટ પછી ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી હતી."

ઉલ્લખનીય છે કે, આ આગની ઘટનામાં 9 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ લગાવી હતી. જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. સુરતના પોલીસ કમિશનર સતીશ શર્માએ જણાવ્યું કે, આ ઘટનામાં 20નાં મોત થયા છે અને 20 વિદ્યાર્થી ઘાયલ થયા છે. જેમની જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સુરતની દુર્ઘટનામાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની યાદી... 

રાજ્ય સરકાર દ્વારા આ કરૂણાંતિકામાં મૃત્યુ પામેલાના પરિજનને રૂ.4 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news