સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'!, વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ બંધ

નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ  182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ જોવા મળ્યો. હજુ આજે જ લોકાર્પણ થયું અને વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ ખોરંભાઈ ગઈ. પીએમ મોદી રવાના થયાને કલાકમાં આ લિફ્ટ બંધ થઈ ગયેલી જોવા મળી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 'પ્રથમ ગ્રાસે મક્ષિકા'!, વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ બંધ

કિંજલ મિશ્રા, કેવડિયા કોલોની: નર્મદા કાંઠે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનાવવામાં આવેલ  182 મીટર ઊંચી વિશાળ પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બે ગણી ઊંચી આ પ્રતિમા નર્મદા જિલ્લામાં સાધુ બેટ પર બનાવાઈ છે. જો કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો હાલ જોવા મળ્યો. હજુ આજે જ લોકાર્પણ થયું અને વ્યુ ગેલેરી સુધી જવાની લિફ્ટ ખોરંભાઈ ગઈ. પીએમ મોદી રવાના થયાને કલાકમાં આ લિફ્ટ બંધ થઈ ગયેલી જોવા મળી.

પીએમ મોદીએ પ્રતિમાની પૂજા કરી 
અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે લોકર્પણ કર્યું. સ્ટેચ્યુના લોકાર્પણ બાદ પીએમ મોદીએ સરદારની પ્રતિમાના પગ પાસે જળને સૌથી પહેલા જળાભિષેક અને બાદમાં ફુલો અર્પણ કરીને તેમની પૂજા કરી હતી. 30 બ્રાહ્મણો દ્વારા સંસ્કૃતમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સરદારની પ્રતિમાની પૂજાઅર્ચના કરાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સંપન્ન કરાઈ હતી. આ માટે 30 નદીઓના પવિત્ર જળને કેવડીયા લાવવામાં આવ્યું હતું, જેના દ્વારા જળાભિષેક કરાયો હતો. આ પ્રસંગે એકતા અને દેશપ્રમે દર્શાવતા ત્રિરંગી ફુગ્ગા આકાશમાં છોડાયા હતા. ત્યાર બાદ તેમણે વ્યૂઈંગ ગેલેરીમાં જઈને ઉપરથી નીચેનો નજારો માણ્યો હતો. તેમની સાથે અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા. 

એક્તાનું આ તીર્થ તૈયાર થયું 
પ્રતિમા માટે થઈ રહેલી આલોચના અંગે વડાપ્રધાને કહ્યું કે, આપણી જવાબદારી છે કે જે લોકો દેશને વહેંચવાના પ્રયાસો કરે છે તેનો વિરોધ કરીએ. તેની સામે આપણે એકજૂટ રહેવું છે. તેમના પ્રયાસો અસફળ બનાવવા જોઈએ. પ્રણ કરો કે સરદારના સંસ્કારને પૂરતી પવિત્રતાની સાથે આગામી પેઢીમાં ઉતારવામાં કોઈ કચાશ નહિ રાખું. સરદારે કહ્યું હતું કે, દરેક ભારતીયને એ ભૂલવું હશે કે તે કઈ જાતિ કે વર્ગમાંથી છે. તેણે માત્ર એક વાત યાદ રાખવી કે તે ભારતીય છે. જેટલા આ દેશનો અધિકાર છે, તેટલા કર્તવ્ય પણ છે. આખા વિશ્વનું ધ્યાન આજે માતા નર્મદાના તટે આકર્ષિત કર્યુઁ છે. દરેક આદિવાસી ભાઈ-બહેનને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ. સમગ્ર દેશ આ અવસર સાથે જોડાયો છે. આ ઉમંગ અને ઉર્જા સાથે એકતાના મંત્રને આગળ લઈ જવા માટે એક્તાનું આ તીર્થ તૈયાર થયું છે. આ ભાવના સાથે બીજાને પણ જોડીએ, અને ભારતને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ. દેશના કેટલાક લોકો અમારા આ અભિયાનને રાજનીતિના ચશ્માથી જોવાનું દુસાહસ કરે છે. આવા મહાપુરુષોને પ્રચારવા માટે અમારી આલોચના કરાય છે. શું દેશના મહાપુરુષોનું સ્મરણ કરવો અપરાધ છે કે? અમારો પ્રયાસ છે કે, ભારતના દરેક રાજ્યનો નાગરિક સરદારના વિઝનને આગળ વધારવા તેના સામ્યર્થનો પૂરતો ઉપયોગ કરે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news