વડોદરા: બાળકો ટ્રાફિક નિયમ જાણે તે માટે કમાટીબાગમાં બન્યો ટ્રાફિક પાર્ક
વડોદરામાં નાનાં બાળકોને ટ્રાફિક અંગેની સમજ મળી રહે તેવાં હેતુસર કમાટીબાગમાં રાજ્યનું પ્રથમ ટ્રાફિક પાર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લાં 15 વર્ષથી ટ્રાફિક પાર્કની હાલત બિસ્માર હતી. 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લગભગ 15 વર્ષ બાદ ટ્રાફિક પાર્કને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં નાનાં બાળકોને ટ્રાફિક અંગેની સમજ મળી રહે તેવાં હેતુસર કમાટીબાગમાં રાજ્યનું પ્રથમ ટ્રાફિક પાર્ક ઉભું કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લાં 15 વર્ષથી ટ્રાફિક પાર્કની હાલત બિસ્માર હતી. 30માં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત લગભગ 15 વર્ષ બાદ ટ્રાફિક પાર્કને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે.
શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 30માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરમાં ટ્રાફિક લક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત કમાટીબાગ ખાતે ટ્રાફિકના નિયમો અને સલામતી અંગેની સમજ આપતી ફોટો ગેલેરી બનાવવામાં આવી હતી. જેની મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત લઈ, ટ્રાફિકના નિયમો અને સલામતી અંગેની જાણકારી પ્રાપ્ત કરી હતી.
ટ્રાફિકની સમજ મોટાંઓ કરતાં નાનાં બાળકોને આપવામાં આવે તો ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાઓ ઘટાડી શકાય એવા વિચાર સાથે રાજ્યનું સૌથી પહેલું ટ્રાફિક પાર્ક કમાટીબાગ ખાતે તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ વગેરે અંગેની બાળકોને પ્રેક્ટિકલ જાણકારી મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, છેલ્લાં 15 વર્ષથી આ ટ્રાફિક હાલત લગભગ બંધ હાલતમાં હતું. આજે 15 વર્ષ બાદ ટ્રાફિક પાર્ક પુનઃ શરૂ કરાતાં, શહેરીજનો પોતાના બાળકોને ટ્રાફિકની સમજ અપાવવા ટ્રાફિક પાર્કની મુલાકાતે આવશે તેવી ધારણા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે