રાજ્યમાં અત્યાર સુધીમાં 67.05 ટકા જળસંગ્રહ, 38 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યમાં થયેલા તાજેતરના વરસાદને પરિણામે સમગ્ર રાજ્યના 204 જળાશયોમાં 3લાખ 73 હજાર 247 એમ.સી.એફ.ટી નવા નીર આવ્યા છે. અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે.ગત વર્ષે આ જળાશયો માં 11 ઓગષ્ટ સુધીમાં 36.48 ટકા જળ સંગ્રહ થયો હતો.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં થયેલા તાજેતરના વરસાદને પરિણામે સમગ્ર રાજ્યના 204 જળાશયોમાં 3લાખ 73 હજાર 247 એમ.સી.એફ.ટી નવા નીર આવ્યા છે. અને 67.05 ટકા જળ સંગ્રહ 11 ઓગષ્ટ સુધીમાં થયો છે.ગત વર્ષે આ જળાશયો માં 11 ઓગષ્ટ સુધીમાં 36.48 ટકા જળ સંગ્રહ થયો હતો.
38 જળાશયો 100 ટકા ભરાયા
રાજ્યના જળ સંપત્તિ વિભાગના સત્તાવાર આંકડાઓમાં જણાવાયા અનુસાર 204 જળાશયો પૈકી 38 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે. 70 થી 100ટકા ભરાઈ ગયા હોય તેવા 26 જળાશયો છે. જયારે 50 થી 70 ટકા ભરાયેલા જળાશયોની સંખ્યા 22 છે અને 25 થી 50 ટકા ભરાયા હોય એવા 44 જળાશયો છે.
બનાસકાંઠા: દાંતીવાડા ડેમમાં આવ્યું નર્મદાનું નીર, સ્નાનિકોમાં ખુશીનો માહોલ
પ્રદેશવાર જળાશયોની સ્થિતિ પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 11 ઓગષ્ટની સ્થિતિએ 13097.63 એમ.સી.એફ.ટી એટલે કે 19.29 ટકા ભરાયા છે. મધ્ય ગુજરાતના 17 જળાશયો માં 70645.89 એમ.સી.એફ.ટી એટલે કે, 85.22 ટકા ભરાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જથ્થો 13 જળાશયોમાં 2લાખ 42 હજાર 151 એમસી.એફ.ટી જે 79.50 ટકા છે.
અમદાવાદ: પોલીસે સુરતથી અગરબત્તી અને ખાતરના ગોડાઉનમાંથી ઝડપ્યો 99.54 લાખનો ગાંજો
જ્યારે કચ્છના 20 જળાશયોમાં 4725.85 એમ.સી.એફ.ટી 40.22 ટકા સંગ્રહ અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 42626.97 એમ.સી.એફ.ટી 47.57 ટકા જળસંગ્રહ થયો છે. ગુજરાતમાં સતત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના મોટ ભાગના જળાશયોમાં નવા નીરની આવક થતા રાજ્યમાં ઉભા થયેલા જળ સંકટમાં ઘટાડો થશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે