આજથી ફરી રાજ્યમાં શાળા કોલેજો ધમધમશે, MLA - મંત્રીઓ કરશે વિદ્યાર્થીઓનું સ્વાગત

આજથી ફરી રાજ્યમાં શાળા કોલેજો ધમધમશે, MLA - મંત્રીઓ કરશે વિદ્યાર્થીઓનું સ્વાગત

* આવતીકાલથી રાજ્યમાં શાળાઓ શરૂ થતા ધોરણ 10  - 12 તથા કોલેજમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ 
* કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય શરૂ થશે 
* રાજ્યનામંત્રીઓ અને ધારાસભ્યઓ શાળાઓમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આવકારી પ્રોત્સાહિત કરશે

અમદાવાદ : સમગ્ર રાજ્યમાં કોરોનાની તીવ્રતા દિવસેને દિવસે ઘટતી જાય છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ પણ લેવાવાની છે. કોરોનાને કારણે લાંબા સમયથી શાળાઓ બંધ હતી. તેવામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉપરાંત કોલેજ કક્ષાએ અંડર ગ્રેજ્યુએટના છેલ્લા વર્ષના તથા પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય હવે શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આજથી સમગ્ર રાજ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે શાળાઓ તથા કોલેજમાં શૈક્ષણિક કાર્યનો શુભ આરંભ થઇ રહ્યો છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય સરકારના શાળા ખોલવાના નિર્ણયને હર્ષ ભેર વધાવી લેવા બદલ શિક્ષણ કાર્ય સાથે જોડાયેલ તમામનો હૃદયપૂર્વક આભાર પણ માન્યો છે. ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, કોરોનાના લાંબા વેકેશન બાદ જ્યારે શિક્ષણકાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે જેટલો પણ સમય મળે તેનો મહત્તમ ઉપયોગ કરીને શિક્ષણકાર્ય અને સાથોસાથ બાળકોનું પણ હિત જાળવવાનો આપણે સંકલ્પ કરીએ.

આજથી બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ્યારે શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે રાજ્ય સરકારના મંત્રીઓ તથા ધારાસભ્યઓ નક્કી કરાયેલ વિસ્તારની શાળાઓમાં જે તે શાળાના પ્રારંભ સમયે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને આવકારી તેમને પ્રોત્સાહિત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી કોરોનાને કારણે શાળાઓ બંધ રહેલા શિક્ષણકાર્ય ખોરંભે ચડ્યું છે. જો કે હવે બોર્ડન પરીક્ષાઓ નજીકમાં છે ત્યારે વિદ્યાર્થીઓને મહત્તમ માર્ગદર્શન રૂબરૂમાં મળે તે જરૂરી છે, નોંધનીય છે કે, ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે નવું હોવાના કારણે તેઓ હજી પણ કેટલીક સમસ્યાઓ અનુભવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news