મિત્રો સાથે લગ્ન જવા નીકળેલા વડોદરાના અંકિતનો ખેતરમાંથી મૃતદેહ મળ્યો

મિત્રો સાથે લગ્ન જવા નીકળેલા વડોદરાના અંકિતનો ખેતરમાંથી મૃતદેહ મળ્યો
  • વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશની તપાસ કરતા તેમાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં દેણા ગામના ખેતરમાંથી ધોરણ 10 મા ભણતા એક વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો છે. અંકિત પ્રજાપતિ નામનો વિદ્યાર્થી ગઈકાલ સાંજથી લાપતા હતો. ત્યારે કોઈએ અંકિત પ્રજાપતિની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયા રોડ પર આવેલી અંબે વિદ્યાલયમાં અંકિત વિશાલ પ્રજાપતિ નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે. વિશાલનો પરિવાર કપૂરાઈ ગામમાં રહે છે. બુધવારે સાંજે અંકિત તેના મિત્રો સાથે એક લગ્ન પ્રસંગમાં ગયો હતો. તમામ મિત્રો કાર લઈને લગ્નમાં ગયા હતા. ત્યારે મોડી રાત સુધી અંકિત પરત ઘરે ફર્યો ન હતો. તેથી આખી રાત પરિવારજનોએ તેની શોધખઓળચલાવી હતી. 

આ પણ વાંચો : અમદાવાદમાં વેક્સીનની ટ્રાયલ લેનારાઓમાં નોકરિયાતનુ પ્રમાણ વધુ, હજી સુધી કોઈ આડઅસર ન થઈ

વહેલી સવારે દેણા ગામ પાસે એક લાશ મળી આવી હતી. જેથી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે લાશની તપાસ કરતા તેમાંથી મોબાઈલ નંબર અને ફોટો મળી આવ્યો હતો. જેથી પોલીસે મોબાઈલ નંબર પર જાણ કરતા અંકિતના પરિવારજનો પહોંચ્યા હતા. ત્યારે પરિવારજનોએ તપા કરતા મૃતદેહ અંકિતનો હોવાનું સામે આવ્યું છે. 

અંકિતના ગળા અને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરવામાં આવી હતી. અંકિતના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. અંકિતના પિતા મિસ્ત્રી કામ કરે છે. ત્યારે પરિવારનો પુત્ર આ રીતે મળતા પરિવાર ભાંગી પડ્યો હતો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news