HDFC Bank પર રિઝર્વ બેંકે લગાવી ઘણી પાબંધીઓ, જાણો તમારા પર પડશે શું અસર
RBI એ HDFC Bank પર નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઇએ બેંકને કહ્યું છે કે પ્રોગ્રામ Digital 2.0 હેઠળ ડિજિટલ બિઝનેસ એક્ટિવિટીઝને અટકાવી દે, સાથે જ પ્રસ્તાવિત બિઝનેસ આઇટી એપ્લિકેશનને પણ રોકવામાં આવે.
Trending Photos
નવી દિલ્હી: HDFC Bankના ગ્રાહકો માટે જરૂરી સમાચાર છે. ગત થોડા સમયથી બેંકના ગ્રાહકોને ડિજિટલ કામકાજમાં આવી રહેલા સમસ્યાઓ પર રિઝર્વ બેંકે ફટકાર લગાવી છે. RBIએ ગ્રાહકોને આદેશ આપ્યો છે કે તે પોતાના પ્રસ્તાવિટ ડિજિટલ પ્રસ્તાવો પર કામ કરવાનું અટકાવી દેશે.
નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ
RBI એ HDFC Bank પર નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આરબીઆઇએ બેંકને કહ્યું છે કે પ્રોગ્રામ Digital 2.0 હેઠળ ડિજિટલ બિઝનેસ એક્ટિવિટીઝને અટકાવી દે, સાથે જ પ્રસ્તાવિત બિઝનેસ આઇટી એપ્લિકેશનને પણ રોકવામાં આવે.
ગત 2 વર્ષથી આવી રહી છે સમસ્યા
ગત બે વર્ષ દરમિયાન HDFC Bankની ઇન્ટરનેટ બેકીંગ, મોબાઇલ બેકીંગ અને પેમેન્ટ યૂટિલિટીને લઇને ઘણા કેસ સામે આવ્યા છે. તેમાં 21 નવેમ્બર 2020ના રોજ વિજ કપાતના લીધે પ્રાઇમરી ડેટા સેન્ટરમાં ઇન્ટરનેટ બેકીંગ અને પેમેન્ટ સર્વિસની સમસ્યા પણ સામેલ છે.
તેની જવાબદારી નક્કી કરો: RBI
રિઝર્વ બેંક (RBI)એ પોતાના આદેશમાં કહ્યં કે HDFC Bankના બોર્ડ આ પ્રકારની ભૂલોને જુએ અને તેના માટે તેની જવાબદારી નક્કી કરે.
બેંકનો વિશ્વાસ, કામકાજ પર કોઇ અસર નહી પડે
HDFC Bankનું કહેવું છે કે બેંક ગત બે વર્ષ દરમિયાન પોતાના આઇટી સિસ્ટમને મજબૂત કરવા માટે ઘણા પગલાં ભર્યા છે. બેંક ડિજિટલ બેકિંગમાં આવેલી આ સમસ્યાને દૂર કરવા માટે નક્કર પગલાં ભરી રહ્યું છે. HDFC Bankએ પોતાના ગ્રાહકોને કહ્યું કે આ આદેશથી તેના હાલના ક્રેડિટ કાર્ડ ગ્રાહકો, ડિજિટલ બેકિંગ ચેનલ્સ અને હાલના કામકાજ પર કોઇ અસર નહી પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે