મોરબીઃ SPના વિદાય સમારોહના ડાયરામાં નોટોનો વરસાદ, વીડિઓ થયો વાયરલ

મોરબી જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડની તાજેતરમાં માંડવાળ ખાતે બદલી થઇ છે. 

મોરબીઃ SPના વિદાય સમારોહના ડાયરામાં નોટોનો વરસાદ, વીડિઓ થયો વાયરલ

મોરબીઃ મોરબી જિલ્લાના એસપી જયપાલસિંહ રાઠોડની તાજેતરમાં માંડવાળ ખાતે બદલી થઇ હોવાથી તેમને વિદાયમાન આપવા માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સાથે લોક ડાયરાનું પણ આયોજન પોલીસ પરિવારે કર્યું હતું. જેમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને ભજનના કલાકાર દ્વારા જમાવટ કરવામાં આવતી હતી. જેથી મોરબી જિલ્લામાંથી બદલી પામેલા એસપી જયપાલસિંહ રાઠોડ ઉપરાંત બી-ડીવીઝનના પીઆઈ, પીએસઆઈ, નિવૃત ડીવાયએસપી, એલસીબીના કોન્સ્ટેબલ સહિતનાઓ દ્વારા કલાકારો ઉપર ચલણી નોટનો વરસાદ કરવામાં આવ્યો હતો. તો આ પૈસા ઉડાળતો વીડિઓ વાયરલ થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news