અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય
Trending Photos
હેમલ ભટ્ટ/સોમનાથ :સોમનાથ મહાદેવ (Somnath temple) ના સાનિધ્યમાં પારંપરિક કાર્તિકી પૂર્ણિમા (Kartik Poornima) નો મેળો યોજાય છે. આ મેળા મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટી પડે છે. લોકો આખુ વર્ષ આ મેળાની રાહ જોઈને બેસે છે. ત્યારે ડ્રોન કેમેરાથી મેળાનો અવકાશી નજારો કેદ કરાયો હતો. ઉપર આકાશથી જોતા મેળાનો અદભૂત નજારો કેદ થયો છે. ત્યારે આ વીડિયો તમારું મન મોહી લેશે.
સોમનાથના પારંપરિક કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આકાશમાંથી આવો દેખાય છે નજારો.... #Video pic.twitter.com/Pwuscuv0Fz
— Zee 24 Kalak (@Zee24Kalak) November 14, 2019
કેન્સલ કરાયો હતો મેળો
ઉલ્લેખનીય છે કે, મહા વાવાઝોડાના પગલે ગીર સોમનાથ (Somnath) નો કાર્તિકી પૂનમનો મેળો અગાઉ કેન્સલ કરાય હતો. પરંતુ મહાનો ખતરો ટળી જતા તેને ફરીથી આયોજન કરવાની જાહેરાત કરાઈ હતી. 11થી 15 નવેમ્બર દરમિયાન કાર્તિકી પૂર્ણિમાના મેળાનું આયોજન કરાયું છે. સોમનાથમાં થનારો કાર્તિકી પૂર્ણિમાનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે.
મોડી રાત્રે મહાદેવની આરતી
વર્ષ 1955થી સતત સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ પારંપરિક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવે છે.દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવે છે. આ મેળા માટે મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. આ લોકમેળામાં કાર્તિકી પુનમના દિવસે અનોખો સંયોગ યોજાય છે, જેના દર્શનાર્થે લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથ દર્શને આવતા હોય છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે