રજા પૂર્ણ થતા જવાને પરત કાશ્મીરમાં ફરજ પર જવાનું કહેતા પત્નીએ કર્યો આપઘાત
આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરતા 40 જેટલા જવાનો શહિદ થયા હતા. સમગ્ર દેશમાં શહિદોને શ્રાદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ખંભાળીયાના યોગેશ્વરનગરમાં રહેતા એક આર્મી જવાની પત્નીએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
Trending Photos
રાજુ રૂપરેલિયા/દેવભૂમી દ્વારકા: આતંકીઓ દ્વારા કાશ્મીરમાં સીઆરપીએફના જવાનો પર હુમલો કરતા 40 જેટલા જવાનો શહિદ થયા હતા. સમગ્ર દેશમાં શહિદોને શ્રાદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ખંભાળીયાના યોગેશ્વરનગરમાં રહેતા એક આર્મી જવાની પત્નીએ આપઘાત કરતા અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે.
દેવભૂમી દ્વારકાના ખંબાળિયા વિસ્તારમાં સેનાનો જવાન રજાઓ માણવા માટે વતન આવ્યો હતો. જ્યારે તે સમય દરમિયાન સીઆરપીએફના જવાનો પર હુમલો થયો હતો. અને 40 જેટલા જવાનો શહિદ થયા હતા. ત્યારે ખંભાળીયામાં રજાઓ માણવા આવેલા જવાનની તમામ રજાઓ પૂર્ણ થતા જવાને કાશ્મીરના ગુલમર્ગ ખાતે ફરજ પર પરત ફરવાનું હતું. તે પહેલા જ તેની પત્નીએ આપઘાત કરી લીધો છે.
મહત્વનું છે, કે એક વર્ષના લગ્ન જીવન બાદ પૂલવાની ઘટના બાદ મનમાં લાગી આવતાં જવાનની પત્નીએ આપઘાતનું પગલુ ભર્યું હતું. જવાનની પત્નીએ તેના પતિને દેશની સુરક્ષા માટે જવા માટે મનાઇ કરી હતી. પતિએ દેશની સુરક્ષાને મહત્વ આપીને ફરજ પર જવાનું નક્કી કરતા પત્નીએ આપઘાત કરી લીધો હતો.
વડોદરા: કાર સાથે અથડાયેલો એક્ટિવા ચાલક ડમ્પર નીચે કચડાતા મોત
ભૂપેન્દ્રસિંહ જેઠવા નામનો આર્મીનો જવાન છેલ્લા એક વર્ષથી આર્મીના ગુલમર્ગમાં ફરજ બજાવે છે. કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જેટલા જવાનો શહીદ થવાની ઘટનાથી ભૂપેન્દ્રસિંહની પત્ની ગભરાઇ ગયા હતા. અને પતિ પણ શહિદ થઇ જશે તેવી બીકથી પત્નીએ આપઘાત કર્યો હતો. આપઘાતની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે