અમદાવાદ બની રહ્યું 'ઉડતા પંજાબ'! સસ્તા નશા માટે કરાઈ રહ્યો છે આ વસ્તુનો ઉપયોગ, 4 ગોળીઓ લો એટલે રાજા!
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ભીલવાડાની ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર ભાઈ બહેનની SOG એ ધરપકડ કરી છે. સુરજભાણ રાજપુત અને રૂક્ષ્મણી રાજપુતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: સસ્તા નશા માટે ઉપયોગમાં લેવાતી નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર એક મહિલા સહિત 2ની SOG એ ધરપકડ કરી છે. આરોપીઓ મેડિકલ-સ્ટોરમા મંજૂરી વિના નશાકારક દવાઓનું વેચાણ કરતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે 30 હજાર કરતા વધુ દવાઓ કબજે કરી લીધી છે.
નશાકારક દવાઓનું વેચાણ કરનાર ભાઈ બહેનની ધરપકડ
અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા ભીલવાડાની ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ કરનાર ભાઈ બહેનની SOG એ ધરપકડ કરી છે. સુરજભાણ રાજપુત અને રૂક્ષ્મણી રાજપુતની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એસઓજીએ મેડિકલમાં તપાસ કરતા પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી અને નશામાં ઉપયોગ લેવાથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીએ ધનલક્ષ્મી મેડિકલ સ્ટોરમાં તપાસ કરતા 30266 નંગ નશાકારક ટેબલેટો કબજે કરી છે. મહત્વનું છે કે આ દવાઓનો મોટાભાગે ઉપયોગ નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી હોવાનું સામે આવ્યું છે.
આ નશાનો ઉપયોગ રિક્ષાચાલક અને શ્રમિકો કરતા
નશાકારક દવાઓના વેચાણ કરતા ભાઈ બહેનની ધરપકડ કરી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, આ નશાનો ઉપયોગ રિક્ષાચાલક અને શ્રમિકો નશા માટે કરતા હતા. જેમાં એક સાથે ચાર જેટલી ટેબલેટ લેવાથી નશો થતો હતો, ઉપરાંત 35 રૂપિયામાં જ આ ગોળીઓ મળતી હોવાથી નશા તરીકે શ્રમિકો તેનો ઉપયોગ વધુ કરતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે અસારવાના રવિ નામના યુવક પાસેથી ખરીદતા હતા, જે હાલ ફરાર છે. સાથે જ તમામ દવાઓ બિલ વિના વેચાતી હતી. જેથી તેનો કોઈ રેકોર્ડ મળે નહીં. જોકે અસારવાથી આ દવાઓ વેંચાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
શહેરમાં અલગ-અલગ નશો કરવામાં આવી રહ્યો છે!
શહેરમાં અલગ-અલગ પ્રકારે અલગ -અલગ વસ્તુનો ઉપયોગ કરીને નશો કરવામાં આવી રહ્યો છે. તેવામાં શહેર પોલીસે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત અલગ અલગ રીતે નશામાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ગેરકાયદેસર વેચાણ કરનાર લોકો વિરોધ પણ કાર્યવાહી શરૂ કરી છે. ક્યારે નશાકારક દવાઓ વેચનાર વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે જાણવું મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે