કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? ST ડેપો બન્યો દારૂનો અડ્ડો; દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે, જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે, પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

 કોણ કહે છે ગુજરાતમાં દારૂબંધી છે? ST ડેપો બન્યો દારૂનો અડ્ડો; દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ

છોટા ઉદેપુર: સોશિયલ મીડિયામાં આજકાલ અનેક વીડિયો વાયરલ થાય છે, જેના કારણે અનેક લોકોની પોલ ખૂલી જતી હોય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડતો વીડિયો વાયરલ થયો છે. હાલ છોટા ઉદેપુરના બોડેલીમાં એસટી કચેરીમાં કર્મચારીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાયરલ થયો છે. સિક્યોરિટી ઓફિસમાં 3 શખ્સો દારૂ પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

છોટાઉદેપુરના બોડેલી રાજ્યના છેવાડાનો જિલ્લો છે, જ્યાં અવાર નવાર દારૂ ઝડપાય છે, પરંતુ નહીં ઝડપાયેલો દારૂ અહીંના લોકો બિદાસ્ત થઈને પી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બોડેલી એસ.ટી. ડેપોમાં લોકો પી રહ્યા હોવાનો બોલતો પુરાવો સામે આવ્યો છે, જેના કારણે ખળભળાટ મચ્યો છે. ડેપોમાં કામ કરતા કર્મચારીઓ મોડી રાત્રે વિદેશી દારૂની ઓફિસમાં જ બેસીને મહેફિલ માણી રહ્યાં હોવાના વીડિયો વાઇરલ થયા છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) September 23, 2022

દારૂની મહેફિલ માણતા વીડિયોમાં શું છે?
એસટી કચેરીના વાયરલ વીડિયોમાં એક ખુરશીમાં એક વ્યક્તિ સફેદ કલરની બંડી અને ખાખી પેન્ટ પહેરીને ટેબલ પર દારૂનો ગ્લાસ ભરીને ચૂસકી લેતો દેખાઈ રહ્યો છે, તેનો સાથ આપવા અન્ય એક વ્યક્તિ બાજુમાં દેખાઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીની વાતો થઈ રહી છે, પરંતુ અહીં તો સરેઆમ ધજાગરા થતા દેખાઈ રહ્યા છે. અહીં સરકારી કર્મચારીઓ કચેરીમાં બેસીને ખુલ્લેઆમ કોઈપણ જાતના ડર રાખ્યા વિના દારૂની મહેફિલ માણી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news