દર્દીઓ માટે નવતર પહેલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ જશે તો મળશે આ સુવિદ્યા

સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

દર્દીઓ માટે નવતર પહેલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓ જશે તો મળશે આ સુવિદ્યા

અતુલ તિવારી/અમદાવાદ: સિવિલ હોસ્પિટલ દ્વારા 1 એપ્રિલથી દર્દીઓના હિતાર્થે નવતર પહેલ હાથ ધરાશે. હોસ્પિટલમાં નિદાન અને સારવાર અર્થે આવતા દર્દીઓ એક વખત ડોક્ટરની મુલાકાત લીધા બાદ ફરી વખત તપાસ માટે આવવા SMS કરીને જાણ કરવામાં આવશે. દર્દીઓએ ફરી વખત હોસ્પિટલમાં આવતા સમયે આગળની સારવારના કાગળ ઓપીડી વિભાગમાં સવારે 8.30 કલાકે બતાવવાના રહેશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, દર્દીઓને સત્વરે અને સરળતાથી શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થાય એ હેતુથી દર્દીઓના સુખાકારીમાં વધારો કરતી પહેલ હાથ ધરાશે. સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયાને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે.

સમગ્ર દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ગુડ ગવર્નન્સ અને એમ ગવર્નન્સના અભિગમ સાથે સરકારી સેવાઓને સરળ બનાવવામાં આવી રહી છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા ને અનુસરીને સિવિલ હોસ્પિટલે પણ આ ડિજિટલ અભિગમ અપનાવ્યો છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news