એવી ટીવી એક્ટ્રેસ જે સાઈડ બિઝનેસથી કરે છે મસમોટી કમાણી, 'અનુપમા' કંપનીની આવક જાણી ચોંકી જશો
ટીવી એક્ટ્રેસ બિઝનેસઃ 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલીથી લઈને મૌની રોય સુધી, ટીવીની ઘણી જાણીતી અભિનેત્રીઓ સાઇડ બિઝનેસમાંથી મોટી કમાણી કરે છે.
Trending Photos
Tv Celebs Side Business: એક્ટિંગ સિવાય ટીવીની ફેમસ એક્ટ્રેસ પણ સાઇડ બિઝનેસથી ઘણી કમાણી કરે છે. સાઇડ બિઝનેસથી કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીથી લઈને મૌની રોય સુધીના નામ સામેલ છે. આવો, જાણીએ કઈ અભિનેત્રીઓ શું કરે છે બિઝનેસ. રૂપાલી ગાંગુલીઃ અનુપમા સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવતી રૂપાલી ગાંગુલી તેના પિતા સાથે એડ એજન્સી ચલાવે છે. તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલીએ સારાભાઈ વર્સેસ સારાભાઈ શોના ઘણા વર્ષો પછી અનુપમા સાથે ટીવી પર કમબેક કર્યું છે.
મૌની રોયઃ નાગિન સિરિયલથી ફેમસ થયેલી મૌની રોય ભલે હવે બોલિવૂડ એક્ટ્રેસ બની ગઈ હોય પરંતુ એક સમયે તેણે ટીવી પર સીધી અને સરળ વહુની ભૂમિકા ભજવી હતી. હાલ, મૌની રોય તેના પતિ સાથે 'અલ્ટિમેટ ગુરુસ' નામની એજ્યુકેશન એપ ચલાવે છે.
આશ્કાઃ 'કુસુમ', 'સિંદૂર તેરે નામ કા' જેવી સિરિયલોથી ઘર-ઘર ફેમસ થયેલી આશ્કા ગોરાડિયા હવે પોતાની કોસ્મેટિક બ્રાન્ડ ચલાવી રહી છે. અભિનેત્રીની કોસ્મેટિક બ્રાન્ડ 'રેની' આખી દુનિયામાં ફેમસ થઈ ગઈ છે. આશકા હવે અભિનય છોડીને તેની કોસ્મેટિક બ્રાન્ડ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
સંજીદા શેખ: અભિનયની સાથે અભિનેત્રી સંજીદા શેખ એક બિઝનેસવુમન પણ છે. તે અત્યારે પોતાનું એક સલૂન ચલાવે છે. જેને હાલ મોટીસંખ્યામાં ગ્રાહકો મળી રહ્યા છે.
રક્ષંદા ખાનઃ 'જસ્સી જૈસી કોઈ નહીં', 'તેરે બિના જિયા જાયે ના' જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકેલી રક્ષંદા ખાન પોતાની ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. અને આ સાઈડ બિઝનેસથી તેઓ મસમોટી કમાણી કરી લે છે.
આ પણ વાંચો: ઘરે રેફ્રિજરેટર કયા નંબર પર ચલાવવું જોઈએ? આ તાપમાન ભારતીયો માટે છે સૌથી યોગ્ય
આ પણ વાંચો: શરૂ થઇ ગઇ ગરમી!!! આ વસ્તુઓ ખાવાનું ટાળો, નહીંતર પેટની લાગી જશે વાટ
આ પણ વાંચો: કમાલના છે આ 4 બેંક શેર! 1 વર્ષમાં 43% સુધીનું આપી શકે છે વળતર, એક્સપર્ટની સલાહ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે