સુરત મનપાએ પાણીની એક બોટલ માટે ચુકવ્યા 552 રૂપિયા, RTIમાં થયો ખુલાસો

મનપાએ ગોપી કલા ઉત્સવ 2016માં આ ખર્ચ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેટરિંગનો કુલ ખર્ચ 32 લાખ 49 હજાર રૂપિયાનો થયો હતો. 

 સુરત મનપાએ પાણીની એક બોટલ માટે ચુકવ્યા 552 રૂપિયા, RTIમાં થયો ખુલાસો

સુરતઃ મહાનગર પાલિકાએ કરેલા ખર્ચ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક સંગઠને કરેલી આરટીઆઈની વિગતોમાં સામે આવ્યું કે મનપાના એક કાર્યક્રમમાં પાણીની એક બોટલનો ભાવ 552 રૂપિયા ચુકવવામાં આવ્યો છે. 200 બોટલનો ખર્ચ કુલ 1 લાખ 10 હજાર રૂપિયા જેટલો ચુકવાયો છે. વર્ષ 2016માં યોજાયેલા ગોપી કલા ઉત્સવમાં આ ખર્ચો કરાયો છે. આરટીઆઈની માહિતીમાં સામે આવ્યું કે પાણીની એક બોટલનો ભાવ 552 રૂપિયા ચુકવાયો છે. તો આ કરતા પણ મોંઘો ભાવ ચુકવાયો હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 200 એમએલની બોટલનો અલગ અલગ ભાવ ચુકવાયો છે એક બોટલના 150 રૂપિયા તો બીજી બોટલના 200 એમ અલગ અલગ ભાવ ચુકવાયા છે. તો સાત દિવસના આ કાર્યક્રમમાં કેટરિંગનો કુલ ખર્ચ 32 લાખ 49 હજાર કરાયો છે. આમ આરટીઆઈમાં બહાર આવેલી આ વિગતો જરૂરથી મનપા સામે અનેક સવાલો ઉભા કરે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news