'મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે, સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી'

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

'મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે, સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી'

ઝી બ્યુરો/પાટણ: આગામી વાયબ્રન્ટ ગુજરાત-2024 ની પ્રી-ઈવેન્ટ અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટ યોજાઈ હતી. જેમાં જનતાને ગુલામ સમજતા નેતાઓના અહંકારે હદ વટાવતું એક નિવેદન ચારેબાજુ ચર્ચાનું વિષય બન્યું છે. 

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મારા 26 ધંધા બંધ થઈ ગયા પણ  રાજનીતિનો ધંધો બરાબર ચાલે છે. સરપંચથી સંસદ સુધી કોઈ તકલીફ પડી નથી. આ નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ઉકળતા ચરું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 8, 2023

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીનું વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ પાટણ સમિટમાં ચોંકાવનારું નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. પાટણમાં વાયબ્રન્ટ કાર્યક્રમમાં સાંસદે જણાવ્યું હતું કે, ઉદ્યોગ ચલાવો એ સહેલું નથી, મેં પણ ઉદ્યોગમાં હાથ અજમાવ્યો છે. પરંતુ મારા 26 ધંધા બંધ થઈ ગયા પરંતુ આ ચાલુ રહ્યો છે. સાંસદે તેમના હોદ્દાની સરખામણી ધંધા સાથે કરી હતી. સરપંચથી પાર્લામેન્ટ સુધી કોઈ તકલીફ પડી ન હોવાનું જણાવી કહ્યું કે ઉદ્યોગ કરવો હોય તો સમયનો ભોગ આપવો પડે અને સમયનો ભોગ ના આપો તો એ આપણો ભોગ લઈ લે જેમ મારો લીધો.

નોંધનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પાટણ સમીટમાં એક્ઝિબીશન માટે 25 જેટલાં સ્ટોલ મુકાયા હતા. જેમાં MSME, ગાર્મેટ, હેન્ડીક્રાફ્ટ,હેન્ડલુમ, ટેરાકોટા, પેચ વર્ક, પટોળા, દેવડા, ઓર્ગેનિટ ફુડ, મિલેટ્સ ફુડ, પી.એમ.વિશ્વકર્મા રજીસ્ટ્રેશન વગેરે સ્ટોલ્સનો સમાવેશ થાય છે.જેની મંત્રી એ મુલાકત લીધી હતી. પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂ.100 કરોડના એમ.ઓ.યુ. કર્યા હતા. જેના કારણે 285 થી વધું વ્યક્તિઓને રોજગારી મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news