મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!

અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે.

મોટો ખુલાસો! 14 નહીં, 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી, લવ જેહાદનો ખતરનાક કિસ્સો!

ઉદય રંજન/અમદાવાદ: લવ જેહાદ કેસમાં પકડાયેલા આરોપી શહેબાઝખાનની તપાસમાં દિવસેને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. આરોપીએ મેટ્રીમોનિયલ સાઇટ પર 100થી વધુ યુવતીઓને ટ્રાગેટ કરવા માટે સંપર્ક કર્યો હતો. રેલવે પોલીસે 4 રાજ્યોમાં ટીમો મોકલીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

અમદાવાદમાં રેલવે પોલીસે પકડેલા આરોપી મોહમ્મદ શહેબાઝ ખાન વિરુદ્ધ વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપી શહેબાઝએ પોતાની ઓળખ છૂપાવીને હિન્દુ નામ હર્ષિત ચૌધરી દર્શાવી અનેક હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું છે. આરોપી શહેબાઝ પાસે મળી આવેલ બનાવટી આધારકાર્ડની તપાસ કરતા રાજસ્થાનના ભરતપુરનો રહેવાસી હર્ષિત જાદોણ નામના વ્યક્તિનું આધાર કાર્ડ હોવાનુ ખુલ્યું છે. જેથી હર્ષિતએ શહેબાઝ વિરુદ્ધ રેલવે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો અને બે વર્ષ પહેલા હર્ષિતભાઇનું આધારકાર્ડની ફોટોકોપી ખોવાઈ ગઇ હતું તે સમયે શહેબાઝ હાથે લાગતાં તેણે છેડછાડ કરી બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું.

આરોપી શહેબાઝ મોબાઈલ નંબર ઉપયોગ કરે છે જે જમ્મુ કાશ્મીરનું હોવાનું સામે આવ્યું છે જેથી રેલવે પોલીસએ જમ્મુ કશ્મીર સીમકાર્ડ ખરીદી કરી ત્યાં દુકાનદારનું સ્ટેટમેન્ટ લીધું છે સાથે જ રેલવે પોલીસે આરોપીનાં ઘરેથી લેપટોપ કબજે કર્યું છે. જોકે આરોપીની પૂછપરછ લેપટોપ તૂટી ગયું ભંગારમાં આપ્યું હોવાનું જણાવ્યું હતું. હાલ રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને અલીગઢમા રેલવે પોલીસની ટીમ મોકલી આરોપીની વધુ તપાસ શરૂ કરી.

માસ્ટરમાઈન્ડ આરોપી શહેબાઝખાને શાદી ડોટ કોમ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેની વિગતમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. પૈસાનો લાલચુ અને હવસખોર આરોપી શહેબાઝ ખાનએ વર્ષ 2021થી અત્યાર સુધી શાદી ડોટ કોમ સાઈટ પર 100થી વધુ યુવતીઓને ટાર્ગેટ કરી સંપર્કમાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી 40 જેટલી યુવતીઓને શાદી ડોટ કોમ વેબ સાઈડ પરથી મેસેજ કરી ચેટ કરી હોવાના પુરાવા મળી આવ્યા છે. આરોપી શહેબાઝખાનએ હિન્દુ નામ હર્ષિત ચૌધરી નામે 15 થી વધુ હિન્દુ યુવતી સાથે પ્રેમ સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે. જે તમામ મહિલાઓને ફરિયાદ કરવા રેલવે પોલીસ અપીલ કરી રહી છે.

રેલવે પોલીસની એક ટીમે દિલ્હીમાં તપાસ શરૂ કરી છે. કારણ કે આરોપી શહેબાઝ એક યુવતીને દિલ્હી આર્મી ગેસ્ટ હાઉસમાં લઈને દુષ્કર્મ આચર્યું હતું. જેથી શહેબાઝ આર્મીમાં કોન્સ્ટેબલ તરીકે સસ્પેન્ડ થયેલ હોવા છતાં મેજર તરીકેની ઓળખ આપી અને મેજરનું યુનિફોર્મ પહેરીને ફરતો હતો. જે યુનિફોર્મ સહિત જરૂરી ડિજિટલ પુરાવા પોલીસે કબજે કર્યા છે સાથે જ આરોપી શહેબાઝનાં વધુ 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. જેથી રેલવે પોલીસે અલગ અલગ રાજ્યોમાં ટીમ મોકલી વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આ તપાસમાં વધુ શું મહત્ત્વની માહિતી બહાર આવે છે એ જોવું રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news