રિવરફ્રન્ટ પર આ વસ્તુ ભૂલથી પણ ના કરતા બાકી મોત ભાળી જશો, અહીં સચેત રહેવા જેવું

Death On Ahmedabad Rivefront : અમદાવાદ રિવરફ્રન્ટ પર સેલ્ફી લેવા જતા યુવકનું મોત, પત્નીની નજર સામે પતિ મોતને ભેટ્યો... 

રિવરફ્રન્ટ પર આ વસ્તુ ભૂલથી પણ ના કરતા બાકી મોત ભાળી જશો, અહીં સચેત રહેવા જેવું

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર ફોટોગ્રાફી જીવલેણ સાબિત થઈ શકે છે. યુવક ફોટો પાડતી વખતે લપસતા નદીમાં પડી જતા ડુબી જવાથી મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઉલેખનીય છે કે પત્ની ફોટો પાડી રહી હતી પતિ નો અને આખો બનાવ બન્યો . પત્ની સામે જ પતિ મોત ને ભેટ્યા છે 

વોકે પર યુવકે બેલેન્સ ગુમાવ્યો 
રિવર ફ્રન્ટ એ જોખમી ફોટોગ્રાફિ કરતા મોત ને ભેટલા યુવક ને લઇ ને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને પ્રાથમિક તપાસ શરૂ કરી છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વિચિત્ર ઘટના બનવા પામી હતી.જેમાં પત્ની પોતાના પતિકનો મોબાઇલ થી ફોટો પાડી રહી હતી અને પતિ લથડી જતા નદી માં પટકાયા અને મોત થયું પતિ નું આખો બનાવ પત્ની સામે જ બન્યો હતો ...યુવક યશ કંસારા તેની પત્ની સાથે બપોરના સમયે રિવરફ્રન્ટ પર ફરવા આવ્યો હતો. રિવરફ્રન્ટ પર ફર્યા બાદ યુવક યશ કંસારા અને તેની પત્ની વોકવે પાસે પહોંચ્યા હતા. ત્યારે ફોટો પડાવતી વખતે વોકવે પાસે યુવક યશ કંસારા બેલેન્સ ગુમાવતા નદીના પાણીમાં પડી ગયો હતો. ત્યાં હાજર પત્ની સહિત ના આસપાસના લોકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવકનું પાણીમાં ડુબી જતા મોત નિપજ્યુ હતું. જે મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

હજી 8 મહિના પહેલા જ થયા હતા યશના લગ્ન
મૃતક યશ કંસારા ઘોડાસરમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા હતા 29 વર્ષીય યશ વિનોદભાઇ કંસારા 8 માસ પહેલા જ અમદાવાદ માં લગ્ન કરી સ્થાઈ થયા હતા ત્યારે ગત સોમવારે તેમના પત્ની સાથે ફરવા માટે ઘરેથી નીકળ્યા હતા. યશ કંસારા પત્ની સાથે પહેલા પાલડી ખાતે ગયા હતા. ત્યાં નાસ્તો કરીને ફરતા ફરતા રિવરફ્રન્ટ ખાતે આવ્યા હતા. રિવરફ્રન્ટનો સુંદર નજારો જોતા જોતા પતિ પત્ની ફર્યા હતા. ત્યારે બાદમાં પુર્વ તરફના ભાગે વોકવેના ભાગે રેલિંગ પાસે યશ કંસારા ફોટો પાડતા હતા ત્યારે તેમનો પગ લપસી જતા નદીમાં પડી ગયા હતા. ત્યાં સાંજના સમયે હાજર લોકોએ તેમને પાણીમાંથી કાઢવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ યશ કંસારા ઉંડા પાણીમાં ડુબી જતા તેમનું મોત નિપજ્યુ હતું. લોકોએ પોલીસને જાણ કરતા આ મામલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ત્યારે અમદાવાદ પોલીસ પણ મુલાકાતે આવતા લોકો ને અપીલ કરી રહી છે કે જીવના જોખમે ફોટોગ્રાફી ન કરવી જોઈ એ 

લોકોનું ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવુ પણ જોખમી  
સાબરમતિ રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. કોઇ બનાવ ન બને તે માટે અહીં સિક્યોરિટી ગાર્ડ પણ મૂકાયેલા હોય છે. જો કે ગાર્ડ માત્ર પાર્કિંગ વ્યવસ્થા સાચવીને આરામ ફરમાવતા હોય છે. અનેક લોકો વોકવે પાસે જોખમી રીતે ફોટોગ્રાફી અને ઇન્સ્ટાગ્રામ રિલ બનાવતા હોવા છતાંય ગાર્ડ તરફથી કોઇને રોકવામાં આવતા નથી.વોક વે પર અનેક જોખમી સ્પોટ સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાની વચ્ચે અનેક એવા સ્પોટ છે જે જોખમી છે. નદીમાં કૂદીને આપઘાત કરવાના અનેક કેસમાં મોટાભાગે આપઘાત કરનારાઓએ વોકવે પરથી કૂદીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. વોકવે પર બેઠકની પાછળ બનાવેલી રેલિંગ નીચી હોવાથી તે જોખમી હોવાનું લોકો માને છે. સાથે જ અહીં જે પગથિયા બનાવાયા છે ત્યાં ગેટ હોવા છતાંય લોકો તેને ઓળંગીને ત્યાં બેસતા હોય છે અને ત્યાં ફોટોગ્રાફી કરતા હોવાથી આવા અનેક જોખમી સ્પોટ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news