મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં! જાણો કોર્ટે શું લીધો મહત્વપૂર્ણ નિર્ણય?

જોકે કોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે. 

મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં! જાણો કોર્ટે શું લીધો મહત્વપૂર્ણ નિર્ણય?

ઝી બ્યુરો/મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલને મોટો ઝટકો મળ્યો છે. એટલે કે આરોપી જયસુખ પટેલની દિવાળી બગડી છે. જી હા... જયસુખ પટેલે નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડલા માંગણી કરી હતી. જોકે કોર્ટે જયસુખ પટેલની હંગામી જામીન અરજી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ઓરેવા કંપનીનાં સંચાલક અને કેસમાં આરોપી જયસુખ પટેલ દિવાળી જેલમાં જશે. 

મોરબી દુર્ઘટના માટે જયસુખ પટેલ જવાબદાર
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં SITએ તૈયાર કરેલો 5 હજાર પાનાનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. આ ગોઝારી દુર્ઘટના માટે ઓરેવા કંપનીનો જયસુખ પટેલ જ જવાબદાર હોવાનો SITના તપાસ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો. આ હોનારત માટે ઓરેવા કંપની સંપૂર્ણ જવાબદાર હોવાનું અને આ અકસ્માત નહીં 135 લોકોનુ મર્ડર છે તેવો ખુલાસો કરાયો હતો. સાથે જ રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, આરોપી સામે 302ની કલમ લાગવી જોઈએ.

મોરબીમાં થોડા સમય પહેલાં ઝુલતા પુલ દુર્ઘટના બની હતી જેમાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. તે બનાવને લઈને હાલમાં હાઇકોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે. દરમિયાનમાં ઘટનાની તપાસ મામલે સીટની રચના થઈ હતી તે સીટની ટીમ દ્વારા પોતાનો ફાઇનલ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે અને તેમાં ઉપરોક્ત ઘટના બાબતે ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવવામાં આવી છે અને કંપનીના એમડી જયસુખભાઈ પટેલ, મેનેજર દિનેશભાઈ દવે અને દીપકભાઈ પારેખ સહિતનાઓ આ ઘટના માટે સીધા જવાબદાર છે તેમ રિપોર્ટમાં જણાવાયું છે. ત્યારે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માંગ પિડિત પરિવાર દ્વારા માંગ કરાઇ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news