ઉમેદવારી ભરતા સમયે દોડાદોડ કરતા જોવા મળ્યા શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ

આજે દેશભરમાં માહોલ ખરા અર્થમાં ચૂંટણીભર્યો જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી આજે ઉમેદવારો દાવેદારી કરવા વાજતેગાજતે નીકળતા જોવા મળ્યા હતા. 

ઉમેદવારી ભરતા સમયે દોડાદોડ કરતા જોવા મળ્યા શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ

જય પટેલ/વલસાડ :આજે દેશભરમાં માહોલ ખરા અર્થમાં ચૂંટણીભર્યો જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી આજે ઉમેદવારો દાવેદારી કરવા વાજતેગાજતે નીકળતા જોવા મળ્યા હતા. કોઈ સભા કરીને તો કોઈએ રેલી યોજીને કલેક્ટર ઓફિસે ફોર્મ ભર્યું હતું. ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ શિવસેનાના દાદરાનગર હવેલીના  ઉમેદવાર અંકિતા પટેલની દોડાદોડી થઈ હતી. દાદરા નગર હવેલી બેઠક પર શિવસેના તરફથી અંકિતા પટેલ લડવાના છે. 

AnkitaPatel_Shisena_DadraNagarHaweli.JPG

ભાજપથી નારાજ અંકિતા પટેલે શિવસેનાનો હાથ પકડ્યો હતો અને આજે શિવસેનાના મેન્ડેટ પર ફોર્મ ભરવા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. જોકે તેમની એફિડેવિટમાં ભૂલ નીકળતા છેલ્લી ઘડીએ અંકિતા પટેલ અને તેમના સમર્થકોની એકાએક દોડાદોડી થઈ હતી. ત્યારે અંકિતા પટેલ પણ સમર્થકો સાથે દોડતા જોવા મળ્યા હતા.

તો બીજી તરફ, અંકિતા પટેલનું મેન્ડેટ શિવસેનાએ પાછુ લઈ લીધું હોવાની અફવા પણ ચાલી હતી. જોકે અંકિતા પટેલે આ મામલે સ્પષ્ટતા કરી હતી કે, હું શિવસેનાની જ ઉમેદવાર તરીકે જ ચૂંટણી જંગમાં છું. 

ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું
દાદરાનગર હવેલી લોકસભાની ટિકીટ નટુભાઈ પટેલને અપાતા અંકિતા પટેલ નારાજ થયા હતા. જેને કારણે તેમણે ભાજપ પક્ષમાંથી રાજીનામુ આપ્યું હતું.  અંકિતા પટેલ દાદરા નગર હવેલીમાં એક એનજીઓ ચલાવે છે. તેમની ઈચ્છા હતી કે, તે લોકસભા ચૂંટણી લડી સાંસદ બને. આ મહત્વાકાંક્ષા ભાંગીને ભૂક્કો થતા ભાજપ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જેના બાદ તેમણે શિવસેના જોઈન કર્યું હતું. અંકિતા પટેલ સામાજિક કાર્યકર ઉપરાંત હોમ મીનિસ્ટરી કમિટીના દાનહના નેશનલ સેક્રેટરી, બીજેપીમાં કમહિલા કિસાન મોરચા તેમજ રોટરી કલબમાં પ્રેસિડેન્ટ પણ હતાં. તેમના રાજીનામાએ સેલવાસના રાજકારણમાં ખળભળાટ સર્જ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news