દબંગ-3ના શુટિંગમાં શિવલિંગને ઢાંકી દેવાતા ભારે હોબાળો, સલમાન પર લાગ્યો ગંભીર આરોપ

મધ્ય પ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થળ મહેશ્વરમાં ફિલ્મ દબંગ-3ના શુટિંગ દરમિયાન શિવલિંગને ઢાંકવાનો મામલો હજુ શાંત થવાનું નામ લેતો નથી. ભાજપે સલમાન ખાન પર આકરા પ્રહાર કરતા હિન્દુઓની ભાવનાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે.

દબંગ-3ના શુટિંગમાં શિવલિંગને ઢાંકી દેવાતા ભારે હોબાળો, સલમાન પર લાગ્યો ગંભીર આરોપ

ખરગોન: મધ્ય પ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થળ મહેશ્વરમાં ફિલ્મ દબંગ-3ના શુટિંગ દરમિયાન શિવલિંગને ઢાંકવાનો મામલો હજુ શાંત થવાનું નામ લેતો નથી. ભાજપે સલમાન ખાન પર આકરા પ્રહાર કરતા હિન્દુઓની ભાવનાઓના અપમાનનો આરોપ લગાવ્યો છે. બુધવારે સાંજે સલમાન ખાને પોતે સામે આવીને આ મામલે સ્પષ્ટીકરણ આપ્યુ અને કહ્યું કે શિવલિંગની સુરક્ષા માટે ઢાંકવામાં આવ્યું હતું. હું પોતે મોટો શિવભક્ત છું. તમે જો શુટિંગ કરવા દેવા ન માંગતા હોવ તો તરત પેકઅપ કરીને જતો રહીશ. 

અત્રે જણાવવાનું કે હાલ મહેશ્વરમાં સલમાન ખાનની ફિલ્મ દબંગ-3નું શુટિંગ ચાલી રહ્યું છે. આ દરમિયાન બુધવારે સોશિયલ મીડિયા પર એક તસવીર અને વીડિયો વાઈરલ થયો. જેમાં શિવલિંગને ટેબલથી ઢાંકી દેવામાં આવ્યું છે. આ તસવીરો વાઈરલ થયા બાદ બપોરે ટેબલ હટાવી દેવામાં આવ્યું અને સાંજે તો સલમાન ખાને સમગ્ર મામલે સ્પષ્ટીકરણ કરવું પડ્યું. 

શિવલિંગની સુરક્ષામાં લગાવેલા તખ્તને હટાવવા છતાં આ મામલે ભાજપ સલમાન ખાન પર આકરા પ્રહારો કરી રહ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા ડો.હિતેશ વાજપેયીએ ગુરુવારે ટ્વિટ કરીને કહ્યું કે 'ખાન સાહેબ વંદે માતરમ કહેવા પર જ્યારે તમારો ધર્મ જોખમમાં આવી જાય છે ત્યારે તમે કેવી રીતે વિચારી શકો કે તમે 12 જ્યોર્તિલિંગોમાંથી એક ઓમ્કારેશ્વર મહેશ્વર પહોંચીને શિવલિંગ પર ટેબલ બિછાવીને તેના પર નાચ કરશો.'

તેમણે અન્ય એક ટ્વિટમાં કોંગ્રેસના નેતાઓને સવાલ કરતા કહ્યું કે શું કમલનાથ અને દિગ્વિજય સિંહ જણાવશે કે આ અપવિત્ર હિન્દુત્વ વિરોધી કાર્યને તમારું સમર્થન છે? જો નથી તો હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આ  પ્રયત્ન નથી? શું મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી પદાધિકારી આ અપરાધિક કૃત્યને ગંભીરતાથી લેશે જેનાથી એક વર્ગને ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

નોંધનીય છે કે બુધવારે સવારે મહેશ્વરમાં ચાલી રહેલા દબંગ 3ના શુટિંગ  દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાઈરલ થઈ જેમાં શિવલિંગ પર ટેબલ મૂકીને કેટલાક લોકો નાચતા અને શિવલિંગ પાસે ખોટી રીતે બેસતા જોવા મળ્યાં. આ તસવીરના આધારે લોકોએ શુટિંગનો વિરોધ પણ કર્યો. મોટો વિવાદ ઊભો થતા શિવલિંગ પર મૂકેલા ટેબલને હટાવી દેવામાં આવ્યું. 

જુઓ LIVE TV

સલમાન ખાનને ઈન્દોર સાથે નાતો છે. તેણે મુખ્યમંત્રી કમલનાથ દ્વારા ઈન્દોરની આસપાસના વિસ્તારમાં શુટિંગ કરવાના આગ્રહનો હવાલો આપતા કહ્યું કે "કમલનાથના આગ્રહ પર જ મહેશ્વરનીં પસંદગી થઈ છે. મારા દાદા અહીં પોલીસ અધિકારી રહી ચૂકેલા છે, પોતાનું ઘર સમજીને આવ્યો છું. હું સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરત પરંતુ મહેશ્વરનું નામ છે આથી સતત ફોટા-વીડિયો પોસ્ટ કરું છું." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news