ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે થઇ મુલાકાત, મળવાનું ખાસ કારણ સામે આવ્યું!
ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી.
Trending Photos
ઝી બ્યુરોગાંધીનગર: લાંબા સમય બાદ 2 દિગ્ગજ નેતાઓ વચ્ચે મુલાકાત થતાં રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. આજે રાજભવનમાં પીએમ મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત થઈ હતી. બુધવારે રાજભવન આવ્યા બાદ વડાપ્રધાને શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક બેઠક કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. શંકરસિંહે પૌત્રના લગ્નના સત્કાર સમારોહનુ આમંત્રણ આપ્યું હતું 12 માર્ચે શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ છે.
આ સમગ્ર કાર્યક્રમ બાદ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની છેલ્લી ટેસ્ટ શરૂ થઈ હતી. ઓસ્ટ્રેલિયાનાં પીએમ દિલ્લી જવા રવાના થયા હતા, જ્યારે પ્રધાનમંત્રી મોદીએ રાજભવનમાં રાજ્ય સરકાર અને સંગઠનની બેઠકમાં હાજરી આપી હતી. મહત્વની વાત એ છે કે રાજભવનમાં પ્રધાનમંત્રી મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે મુલાકાત પણ થઈ. 12 માર્ચે શંકરસિંહ વાઘેલાના પૌત્રના લગ્નનો સત્કાર સમારોહ છે, ત્યારે આ માટે તેમણે PM મોદીને આમંત્રણ આપ્યું હતું.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી. ત્યારે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ એક ઔપચારિક મુલાકાત હતી. તેમજ તેઓનાં પુત્રના લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું.
મળતી માહિતી મુજબ બુધવારના રાત્રે ગુજરાત આવ્યા બાદ વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓને મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા. વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાને તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો થોડી તાજી કરી હતી. શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરા બા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં વડાપ્રધાનને ભેટ આપ્યો હતો. ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોઈ વડાપ્રધાનને આમંત્રણ પત્રિકા આપી હતી.
નોંધનીય છે કે, અમદાવાદ ગુરુવારે એક ઐતિહાસિક કાર્યક્રમનું સાક્ષી બન્યું છે. શહેરનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની અંતિમ ટેસ્ટમાં બંને દેશો વચ્ચેની મિત્રતાનાં રંગ જોવા મળ્યા હતા. બંને દેશનાં પ્રધાનમંત્રીએ સ્ટેડિયમમાં હાજરી આપીને ટેસ્ટ મેચ શરૂ કરાવી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ અમદાવાદમાં રમાઈ, જો કે બંને ટીમ સાથે બંને દેશનાં રાષ્ટ્રાધ્યક્ષ પણ મેદાનમાં હાજર રહ્યા. ટેસ્ટ મેચ સમયે જ ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝ ભારતનાં પ્રવાસે હતા. તેમનો આ પ્રવાસ ફક્ત રાજકીય ન બની રહેતા ખાસ બની રહ્યો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટેસ્ટ મેચ પહેલા દર્શકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. બે દેશનાં પ્રધાનમંત્રીઓ આ કાર્યક્રમના કેન્દ્રમાં હતા. આ કાર્યક્રમ ક્રિકેટ, બે દેશો વચ્ચેની મિત્રતા અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય સમાન બની રહ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાનાં પીએમનું સ્ટેડિયમમાં ભવ્ય સ્વાગત કર્યું. બંને પ્રધાનમંત્રી એકબીજાને ભેટ્યા પણ હતા. મેચ શરૂ થતા પહેલા સ્ટેડિયમમાં ગરબાની રમઝટ પણ જામી હતી.
બંને પ્રધાનમંત્રીએ ખાસ તૈયાર કરેલા ખુલ્લા વાહનમાં સ્ટેડિયમનું ચક્કર કાપીને દર્શકોનું અભિવાદન પણ ઝિલ્યું હતું. ભારત-ઓસ્ટ્રેલિયાનાં સંબંધમાં આ ક્ષણોએ એક નવા અધ્યાયનો આરંભ કરાવ્યો. બંને પ્રધાનમંત્રી બંને દેશોની ક્રિકેટ ટીમનાં ખેલાડીઓને પણ મળ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન રોહિત શર્માને કેપ આપી હતી, તો ઓસ્ટ્રેલિયાનાં પીએમ એન્થની અલ્બનીઝે કેપ્ટન સ્ટીવ સ્મિથને કેપ આપી હતી.
એટલું જ નહીં બંને પ્રધાનમંત્રીઓ મેદાનમાં રાષ્ટ્રગાન સમયે પણ ખેલાડીઓ સાથે જ ઉભા રહ્યા. જે ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો છે. પીએમ મોદી અને અલ્બનીઝે સ્ટેડિયમમાં બેસીને સેલ્ફી પણ લીધી...નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફોટો ગેલેરીનું પ્રદર્શન પણ નિહાળ્યું, રવિ શાસ્ત્રીએ આ દરમિયાન ગાઈડ તરીકેની ભૂમિકા અદા કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે