શામળાજી પાસે બની હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત

અરવલ્લી જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. શામળાજી પાસે આવેલા વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 
 

શામળાજી પાસે બની હીટ એન્ડ રનની ઘટના, અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત

સમીર બલોચ/અરવલ્લી: અરવલ્લી જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. શામળાજી પાસે આવેલા વેણપુર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર દંપતિને ટક્કર મારીને ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 

શામળજી પાસે બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં મોટી રાજસ્થાનના દંપતિમાંથી પતિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઘવાતા સ્થાનિક લોકો દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે ટક્કર મારનાર વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

અકસ્માતની ઘટના બનતા શામળાજી રોડ પર ટ્રાફીકની લાંબી લાઇનો લાગી હતી. જ્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ એકઠા થયા હતા. સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક દૂર કરવાનો પ્રયત્ન કરતી નજરે ચડી હતી. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને ટક્કર મારનાર વાહન ચાલને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news